Homeતાપણુંગુજરાતની ચૂંટણીમાં જે પક્ષ આ બેઠક જીતે તેની સરકાર બને, 1975થી ચાલી...

ગુજરાતની ચૂંટણીમાં જે પક્ષ આ બેઠક જીતે તેની સરકાર બને, 1975થી ચાલી રહ્યો છે આ ટ્રેન્ડ, જાણો રસપ્રદ માહિતી

Team Chabuk-Gujarat Desk: વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ગુજરાતમાં આ વખતે ક્યો પક્ષ સરકાર બનાવશે તે 8મી ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. રાજ્યમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં એક વાયકા એવી છે કે જે પાર્ટી વલસાડની સીટ જીતે એ પાર્ટી સત્તામાં આવે છે. 1975થી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ વખતે કેશવ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા. એ વખતે જનસંઘના ટેકાથી કોંગ્રેસની સરકાર બની હતી. 1980માં કોંગ્રેસના દોલત દેસાઇ જીત્યા હતા અને કોંગ્રેસની સરકાર બની હતી.

1985માં બરજોરજી પારડીવાલા જીત્યા હતા અને સરકાર બનાવી હતી. 1990માં ભાજપના દોલત દેસાઇ જીત્યા અને ભાજપના ટેકાથી ચીમનભાઇની જનતા સરકાર બની. 1995, 1998, 2002, 2007 સુધી સતત ભાજપના દોલત દેસાઇ જીતતા રહ્યા અને ભાજપની સરકાર બની. 2012 અને 2017માં ભાજપના ભરત પટેલ જીતતા રહ્યા છે અને ભાજપની જ સરકાર બની. દસ ચૂંટણીથી આવું થતું આવ્યું છે અને આ વખતે 11મી ચૂંટણી છે, જેમાં હવે જોવાનું છે કે કઈ પાર્ટી જીતે છે.

ઉમેદવારો જાહેર થવાનો સમય આવતો જાય છે તેમ તેમ મતિવસ્તારમાં હવે વિરોધનો વંટોળ શરૂ થઇ રહ્યો છે. દાવેદારોએ પાર્ટી પર પ્રેશર આપવાનું શરૂ કર્યું છે. કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments