Homeગામનાં ચોરેપેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ફરી વધારો ઝીંકાતા ચૂંટણી પછીના બૂરે દિન...

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ફરી વધારો ઝીંકાતા ચૂંટણી પછીના બૂરે દિન શરુ થયા!

Team Chabuk-National Desk: ગઈકાલે જયા બચ્ચને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નિવેદનને આગળ લાવી, આ બંને નેતાઓએ ચૂંટણી પછી ભાવ વધારો થશે તેની આગાહી કરી હતી. ખબર નહીં આ સરકારને કોણ લાવ્યું? જનતા તો નહીં લાવી હોય? જેવું નિવેદન આપ્યું હતું અને ટ્રોલર્સનો શિકાર બની હતી. જોકે આજે દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝની કિંમતે ઉછાળો માર્યો છે. (Petrol-Diesel Price)

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ પેટ્રોલ અને ડિઝલની રાહત આપતી કિંમતો હવે મધ્યમવર્ગની કમર ભાંગી નાખે તેમ દિવસે અને દિવસે વધી રહી છે. આજે એક વખત ફરી સરકારી તેલ કંપનીઓએ ભાવ વધારો કર્યો છે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલ પર 80 પૈસાનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 97.01 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત 88.27 રુપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી વધારો થઈ રહ્યો છે. રશિયા અને યુક્રેનની વચ્ચે લગભગ એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો અસરગ્રસ્ત થઈ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જ પાંચ રાજ્યોમાં ચૂંટણી પણ હતી, મતદાન પણ થયું અને પરિણામ પણ આવ્યું. ત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ નડતર રૂપ નહોતું થયું. 10 માર્ચના રોજ પરિણામ આવ્યા પછી 22 માર્ચના રોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતો વધી રહી છે.

બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના ભાવ 111.67 રુપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. જ્યારે એક લીટર ડિઝલની કિંમત 95.85 રૂપિયા થઈ ગઈ છે. દેશના વધુ એક મહાનગર કોલકાતામાં પેટ્રોલના ભાવ 106.34 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલના ભાવ 91.42 રુપિયા પ્રતિ લીટરના દરે વધ્યા છે. આ સિવાય, ચૈન્નઈની વાત કરીએ તો લીટર પેટ્રોલની કિંમત 102.91 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલની 92.95 લીટર થઈ ગઈ છે.

મુખ્ય ચાર મહાનગરોની સ્થિતિ

મહાનગર પેટ્રોલડિઝલ
દિલ્હી97.0188.27
મુંબઈ111.6795.85
કોલકાતા106.3491.42
ચૈન્નઈ102.9192.95

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષે નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવને લઈ જનતાને રાહત આપી હતી. સરકારે સીધી એક્સાઈઝ ડ્યૂટીમાં પેટ્રોલ પર પાંચ રુપિયા અને ડિઝલ પર 10 રૂપિયાની કટૌતી કરી દીધી હતી. કેન્દ્રના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના તમામ રાજ્યોએ પોતાને ત્યાં પેટ્રોલ અને ડિઝલ પર લાગનારા વેટના ભાવમાં કટૌતી કરી દીધી હતી. જે પછી કેટલાય મહિનાઓ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવામાં નહોતા આવ્યા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments