Homeગામનાં ચોરેઆજે ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધ્યો, ઈન્ડિયન ઓઈલ...

આજે ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધ્યો, ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં તેલની ખરીદી કરી રહી છે

Team Chabuk-National Desk: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું અને બીજી બાજુ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. વધુ એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવ 80 પૈસા પ્રતિ લીટર વધી ગયા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 80 પૈસાની વૃદ્ધિ બાદ એક લીટર પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડિઝલ 89.07 રુપિયામાં વેચાઈ રહ્યું છે.

ગત વર્ષે નવેમ્બર મહિના પછીથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો નહોતો થયો. એ પછી સીધું ગત મંગળવારે ભાવમાં વધારો થયો. બે દિવસ સુધી ભાવ વધારો થયા બાદ ત્રીજા દિવસે તેલ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. હવે ચોથા દિવસે ત્રીજી વખત ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. આ માટે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણભૂત ઠરાવવામાં આવી રહ્યું છે. જોકે એક ક્યાસ એવો પણ કાઢવામાં આવી રહ્યો છે કે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં સરકાર ભાવ વધારવાની જ હતી. આ અંગેની વિપક્ષી નેતા અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ આગાહી પણ કરી હતી અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને તેના પર કટાક્ષ પણ કર્યો હતો.

IOCLના અનુસાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.51 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલના ભાવ 96.70 રુપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. આ સિવાય કોલકાતામાં 107.8 રુપિયા પ્રતિ લીટર, જ્યારે 92.22 રૂપિયા પ્રતિ લીટરે ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે. ચૈન્નઈમાં 103.67 રુપિયામાં પેટ્રોલ અને 93.71 રુપિયા પ્રતિ લીટરમાં ડિઝલ વેચાઈ રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ રેટ પર તેલની ખરીદી કરી છે. ઈન્ડિયન ઓઈલે બુધવારે કાચા તેલનો વિશાળ જથ્થો ખરીદ્યો હતો. સાથે જ કંપનીએ વેસ્ટ આફ્રિકન ઓઈલને પણ મોટી માત્રામાં ખરીદ્યું છે. રોયટર્સના સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિયન ઓઈલ કંપનીએ મે મહિના માટે રશિયા પાસેથી 30 લાખ બેરલ કાચા તેલની ખરીદી કરી છે. જ્યારે વીસ લાખ બેરલ કાચા ઓઈલની ખરીદી કરી છે. કંપનીએ કાચા તેલને વીટોલ નામના ટ્રેડર પાસેથી મોટા ડિસ્કાઉન્ટમાં ખરીદ્યુ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments