Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં મેગા રોડ શો યોજાયો છે. નરોડાથી પ્રધાનમંત્રી મોદીએ રોડ શોની શરુઆત કરી હતી. આ રોડ શો 32 કિલોમીટર સુધી ચાલશે. આ રોડ શોમાં 14 વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર છે.
આ રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું અલગ-અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે. જેને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે.
પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરાયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે. આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત