Homeગામનાં ચોરે18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે પ્રી-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે, ગુજરાતમાં લાગુ...

18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે પ્રી-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે, ગુજરાતમાં લાગુ નહીં પડે આ નિયમ

Team Chabuk-National Desk: દેશમાં ધીમે ધીમે કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. કેસમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ વેક્સિનેશન પ્રક્રિયામાં પણ વેગ લાવવા સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે વેક્સિનેશનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે 18 થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન પણ 1લી મેથી શરૂ કરી દીધું છે. પરંતુ 18 થી 44 વય જૂથના લોકોએ વેક્સિન લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. 18થી 44 વર્ષના લોકો માટે કોવિન (CoWIN) એપ પર રજિસ્ટ્રેશન કરીને ટાઈમ સ્લોટ બુક કરાવવો જરૂરી હતો, પરંતુ હવે સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. 

કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત કરી છે કે હવે 18થી 44 વર્ષની ઉંમરના લોકોએ વેક્સિન લેવા માટે કોવિન (CoWIN) એપ પર પ્રી-રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ગવર્મેન્ટ રસીકરણ કેન્દ્ર પર જઈને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ નિર્ણય માત્ર સરકારી વેક્સિનેશન સેન્ટર પર જ લાગુ પડશે. આ નિર્ણયથી હવે લોકોને ખુબ રાહત મળશે.

સરકારના આ નિર્ણય બાદ લોકોને મોટી રાહત થશે. પ્રી-રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી વેક્સિન લેવામાં લોકોને ઘણી રાહ જોવી પડતી હતી. ઘણી વખત સર્વર ડાઉન થવાના કારણે વેક્સિન લેવા માટેનો સ્લોટ પસંદ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. વેક્સિન લેવા માટે સ્લોટ પસંદ કરતી વખતે પણ ગણતરીની સેકન્ડોમાં સ્લોટ ફુલ થઈ જતાં હોવાથી યુઝર્સ હેરાન થતાં હતા. હવે પ્રી-રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ મળતા લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું નહીં પડે. હવે સીધા જ સરકારી કોવિડ વેક્સિન કેન્દ્ર પર જઈને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકાશે.

કેન્દ્ર સરકારે આ અંગેની આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેઓને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. તે રાજ્યો પર છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં. ઘણા રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ગુજરાતમાં હમણાં અમલ નહીં

વેક્સિન પ્રી-રજિસ્ટ્રેશન અંગે આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે. એટલે કે કેન્દ્ર સરકારના નિર્ણયનો ગુજરાત સરકાર હાલ અમલ નહીં કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments