Homeગામનાં ચોરેહવે કપટથી નહીં પરંતુ ગંગા જેવી પવિત્ર નિયતથી કામ થઈ રહ્યું છે...

હવે કપટથી નહીં પરંતુ ગંગા જેવી પવિત્ર નિયતથી કામ થઈ રહ્યું છે : પ્રધાનમંત્રી

એક તરફ દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છું. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના કાર્યોમાં વ્યસ્ત છે. જો કે, આ દરમિયાન પણ તેઓ ખેડૂતોને ભૂલતા નથી. ગુજરાત હોય કે વારાણસી તમામ સ્થળેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોનો ઉલ્લેખ કરે છે. ખેડૂતોની સાથે કૃષિ કાયદાનો ઉલ્લેખ કરવાનું પણ તેઓ ભૂલતા નથી. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીયક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં કાશીવિશ્વનાથના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીથી ખેડૂતોને સંદેશ આપ્યો કે, કૃષિ કાયદો ખેડૂતોના હિત માટે છે. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદામાં ખેડૂતોને નવો વિકલ્પ મળશે. આ કાયદામાં જૂની પદ્ધતિ પર રોક લગાવવાની કોઈ વાત નથી. પહેલાં બજાર બહારની લેવડ-દેવડ ગેરકાનૂની હતી. એવામાં નાના ખેડૂતો સાથે અન્યાય થતો હતો. હવે નાનામાં નાનો ખેડૂત પણ બજાર બહાર થેયલા દરેક સોદા પર પગલાં લઈ શકે છે.

આ પહેલાં ખજુરીમાં જનસભાને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જે ખેડૂતોને શંકા છે તેમની શંકાના સમાધાન માટે સરકાર કામ કરી રહી છે. આપણો અન્નદાતા દેશની આગેવાની કરશે. જે ખેડૂતોને કૃષિ કાયદા પર શંકા છે તેઓ પણ ભવિષ્યમાં આ કાયદાનો લાભ લઈ પોતાની આવક બમણી કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે કપટ નહીં પરંતુ ગંગા જેવી પવિત્ર નિયતથી કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, દશકોથી ચાલતા આવતા છળના કારણે ખેડૂતોને શંકા ઉપજે છે. આમાં ખેડૂતોનો વાંક નથી. મા ગંગાના ઘાટ અને કાશી જેવી પવિત્ર નગરીથી કહી રહ્યો છુ કે, હવે છળથી નહીં ગંગા જેવી પવિત્ર નિયતથી કામ થશે. શંકાના આધારે લોકોમાં ભ્રમ ફેલાવનારા લોકોનું સત્ય સામે આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વિપક્ષ પર વાર કરતા કહ્યું હતું કે,  હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ભ્રમ ફેલાવવાનો ટ્રેન્ડ. કંઈ નવું થતું હોય તો પહેલાંથી જ કહેવાનું આમા આવું છે. આનાથી આ નુકસાન છે. જે  થવાનું જ નથી તેવો ભ્રમ ફેલાવાની કોશિશ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, માર્કેટને આધુનિક બનાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. જો માર્કેટ બંધ જ કરવી હોત તો સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કેમ કરેત.

બીજી તરફ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર વાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે,  કાયદાથી પ્રધાનમંત્રીના બે ત્રણ મિત્રોને જ ફાયદો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો કાશીની પવિત્ર ધરતી પરથી ખેડૂતોને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી. જો કે, હવે ખેડૂતો પ્રધાનમંત્રીની વાત માને છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડી જશે.

હાલ ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે. કેટલીક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. ખેડૂતો રસ્તાઓ ચક્કાજામ કરવાની ચીમકી આપી ચુક્યા છે. બીજી તરફ સરકાર ખેડૂતોને મનાવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ પણ ખેડૂતો સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments