Team Chabuk-National Desk: સમગ્ર દેશમાં 73 પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દિલ્હીમાં રાજપથ પર પ્રજાસત્તાક પર્વની પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ટોપી સૌના આકર્ષણનું કેન્દ્ર બની. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને ખુલ્લા માથે સલામી આપવામાં આવતી નથી, આથી માથા પર કોઈ પાઘડી, સાફો, ટોપી વગેરે ધારણ કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદી દર વર્ષે અલગ-અલગ પ્રદેશની પાઘડી કે સાફો બાંધી રાષ્ટ્રધ્વજને સલામી આપતા આવ્યા છે. આ વખતના પ્રજાસત્તાક પર્વમાં નરેન્દ્ર મોદીએ ઉતરાખંડની બ્રહ્મકમલ ટોપી ધારણ કરી હતી. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ ગળામાં પહેરેલું મફલર(શાલ) મણિપુરની છે. ઘણા પોલિટિકલ પંડિતો તેને ઉત્તરાખંડ અને મણિપુરની ચૂંટણી સાથે પણ જોડે છે. ઉત્તરાખંડની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી બ્રહ્મ કમલ ટોપી શું છે જાણીએ..
બ્રહ્મકમલ ટોપી શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ટોપી ઉત્તરાખંડની આગવી ઓળખ છે. આ ટોપી ઉપર બ્રહ્મકમલના ફૂલનું ચિત્ર હતું. આ બ્રહ્મકમલ ફુલ ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ છે. બ્રહ્મકુમારના ફુલનું ઉત્તરાખંડમાં ધાર્મિક મહત્વ પણ ઘણું છે. રામાયણમા યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છિત થઇ જાય છે ત્યારે હનુમાનજી સંજીવનીબુટી લઈ આવે છે. ત્યારબાદ લક્ષ્મણજી ભાનમાં આવતા દેવતાઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરે છે. દેવતાઓ જે પુષ્પની વર્ષા કરી હતી એ હતા બ્રહ્મકમલના ફૂલ.
ટોપીમાં લગાવીલે પટ્ટી શું હતી?
વડાપ્રધાન મોદીની ટોપી ઉપર માત્ર બ્રહ્મકમલ ફૂલ જ ન હતું, પણ ચાર અલગ અલગ કલરની પટ્ટી પણ જોડાયેલી હતી. આ પટ્ટી આકાશ, ધરતી, જીવન અને પ્રકૃતિના સમરસતાનો સંદેશ આપે છે.
કોણ બનાવે છે આ ટોપી?
બ્રહ્મકમલ ટોપી ઉત્તરાખંડના ધન્ય કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. ટોપી ગરમીની ઋતુ માટે ખાદીના વસ્ત્રોમાંથી બનાવાય છે. જ્યારે ઠંડી ઋતુ માટે ટ્વીડનો ઉપયોગ કરવામાં આવે છે.
ગયા વર્ષે વડાપ્રધાને શુ પહેર્યું હતું?
ગત વર્ષે ૨૦૨૧માં વડાપ્રધાને જામનગરની હાલારી પાઘડી પહેરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થતા જામનગરના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાનનું હાલારી પાઘડીથી સન્માન કર્યું હતું. આથી વડાપ્રધાને આ પાઘડી પ્રજાસત્તાક પર્વના દિવસે પહેરી હોવાનું કહેવામાં આવે છે.
અગાઉ કયા કયા સાફા બાંધ્યા હતા?
2020 માં 71માં પ્રજાસત્તાક પર્વે વડાપ્રધાને કેસરી રંગની બાંધણીનો સાફો બાંધ્યો હતો. 2019ની સાલમાં પીળા કલરનો સાફો પહેર્યો હતો. તો વર્ષ 2018માં અલગ અલગ કલર વાળી બાંધણીનો સાફો બાંધ્યો હતો. 2017માં સિલ્વર કલરની બોર્ડર વાળા ગુલાબી કલરનો સાફો પહેર્યો હતો. વર્ષ 2016માં પીળા કલરનો સાફો બાંધ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ 2015માં ભગવાન સ્વામિનારાયણ જે પ્રકારનો સાફો ધારણ કરતા એ પ્રકારનો સાફો નરેન્દ્ર મોદીએ પહેર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં પ્રજાસત્તાક પર્વમાં મુખ્ય અતિથિ તરીકે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત