Team Chabuk-Political Desk: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ અહીંથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મને એવું હતું કે આ દેશમાં દરેક જગ્યાએ નફરત ફેલાયેલી છે. પણ જ્યારે હું ચાલવા લાગ્યો ત્યારે વાસ્તવિકતા સાવ જુદી દેખાઈ. મેં મીડિયા વિશે કહ્યું કે તે અમારા મિત્રો છે. પણ અમારી વાત ટીવી પર ક્યારેય બતાવવામાં આવતી નથી. તમે અમારો મુદ્દો ન ઉઠાવો તો કોઈ વાંધો નથી, પરંતુ તેમની ચેનલો પણ નફરત ફેલાવવાનું કામ કરે છે. ચોવીસ કલાક આ હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચતાં જ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં સહભાગી થયા હતા. યાત્રાની કેટલીક તસવીરો રાહુલ ગાંધીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે જે અહીં આપ જોઈ શકો છો.








(તમામ તસવીરો Rahul Gandhi ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત