Team Chabuk-International Desk: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના યુરોપ નિર્દેશક હંસ ક્લૂઝે કોરોના મહામારીને લઈ રાહતની જાણકારી આપી છે. ક્લૂઝે કહ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને યુરોપીય દેશોમાં મહામારીને એક નવા ચરણમાં સ્થાનાંતરિત કરી દીધી છે અને હવે તે સમાપ્ત થઈ શકે છે. જોકે તે માટે થોડી રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે, આ પ્રશંસનિય વાત છે કે આ મહામારીના અંત તરફ વધી રહ્યું છે.
સમાચાર એજન્સી એએફપીને આપવામાં આવેલી મુલાકાતમાં હંસ ક્લૂઝે કહ્યું કે ઓમિક્રોન માર્ચ મહિના સુધી યુરોપના 60 ટકા લોકોને સંક્રમિત કરી શકે છે. એક વખત ઓમિક્રોનની વર્તમાન સંખ્યા સમગ્ર યુરોપમાં ઓછી થઈ જાય, પછી કેટલાક મહિના અને અઠવાડિયાઓમાં વૈશ્વિક પ્રતિરક્ષા વિકસિત થઈ જશે, જે કોરોના મહામારીને ત્વરિત સમાપ્ત કરી શકે છે.
વેક્સિન અંગે તેમણે કહ્યું કે, વેક્સિનના કારણે પણ પ્રતિરક્ષા (ઈમ્યુનિટી) વિકસિત થઈ રહી છે. જો બંને અર્થમાં પ્રતિરક્ષા વિકસિત થાય છે તો મહામારીનો અંત નિશ્ચિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુરોપમાં મહામારીનો અંત નજીક છે. ભલે તે માટે થોડો સમય પ્રતીક્ષા કરવી પડે.
બીજી તરફ અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક એન્થની ફૌસીએ પણ રવિવારના રોજ આ પ્રકારની સંભાવના વ્યક્ત કરી હતી. એબીસી ન્યૂઝના ટોક શો ધીઝ વીકને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, સંયુક્ત રાજ્ય અમેરિકાના કેટલાક ભાગમાં કોરોનાના કેસ ઝડપથી ઓછા થઈ રહ્યા છે. જે સારો સંકેત છે. જોકે અતિ આત્મવિશ્વાસ પ્રત્યે ચેતવણી આપતા તેમણે કહ્યું કે, અમેરિકાના પૂર્વોત્તર ક્ષેત્રોમાં કેસની સંખ્યા ઘટતી ગઈ, તો મને વિશ્વાસ છે કે તમે સમગ્ર દેશમાં પરિવર્તન જોવાનું શરૂ કરી દેશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત