Homeગામનાં ચોરેરાજના રહસ્યો: જો વીડિયો અમેરિકા ચાલ્યા જાત તો રાજ કુન્દ્રાનું ખિસ્સુ આટલા...

રાજના રહસ્યો: જો વીડિયો અમેરિકા ચાલ્યા જાત તો રાજ કુન્દ્રાનું ખિસ્સુ આટલા પૈસાથી ભરાઈ જાત

Team Chabuk-National Desk: રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કથિત પોર્નોગ્રાફીના તાર હવે ભારત સુધી સિમિત ન રહેતા આંતરાષ્ટ્રીય બની ગયા છે. પોલીસ રિપોર્ટ મુજબ કુન્દ્રા આ વિવાદિત ફિલ્મોને 1.2 મિલિયન અમેરિકી ડોલરમાં વેચવાનું નક્કી કરી ચૂક્યા હતા. જેની ભારતીય કરન્સી મુજબ 9 કરોડ રૂપિયાની કિંમત થાય છે. 22 જુલાઈના રોજ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજ હોટશોટ્સ એપ્લિકેશનનું બધું કામ વોટ્સએપ દ્વારા ઓનલાઈન સંભાળતો હતો. આ માટે તેને HS-account, HS-operation and HS-take down નામથી ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. જેની એડમિનિસ્ટ્રેશન પાવર પણ રાજ પાસે હતી. રાજ આ ગ્રુપ દ્વારા તેના વેપાર સાથે સંલગ્ન લોકોને નિર્દેશ આપતો હતો.

ન્યૂઝ એજન્સી ANIએ ટ્વીટ કરીને મુંબઈ પોલીસનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં લખેલું છે કે, ‘વોટ્સએપ ચેટમાં અમને મળ્યું છે કે રાજ કુન્દ્રા 121 વીડિયોને USD 1.2 મિલિયનમાં વેચવાની ડિલ કરી રહ્યો હતો. આ ડીલ આંતરાષ્ટ્રીય હોવાની માહિતી મળી છે.’

પોલીસે જણાવ્યું કે રાજ કુન્દ્રા આ રીતે જલ્દી જ પોર્ન ફિલ્મોની સાથે સાથે આ પ્રકારનું લાઈવ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારીમાં હતો. પોલીસના હાથેથી બચવા માટે એ જલ્દી જ રાજ હોટશોટ્સ એપ્લિકેશનમાંથી પોર્નોગ્રાફી કન્ટેન્ટ હટાવી દેવાનું આયોજન પણ કરી રહ્યો હતો.

23 જુલાઈના રોજ રાજ કુન્દ્રા અને આ આરોપ સાથે સંકળાયેલા રાયન થોર્પને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ પોર્નથી થનારી કમાણીનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજીમાં કરતો હતો. આથી જ રાજ કુન્દ્રાના યસ બેંકના અકાઉન્ટ અને યૂનાઈટેડ બેંક ઓફ આફ્રિકાના એકાઉન્ટની તપાસ કરવી જરૂરી હશે. કોર્ટે પોલીસની વાત સાંભળીને રાજ કુન્દ્રા અને રયાન થોર્પેને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

બુધવારના 21 જુલાઈના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની અંધેરી ખાતે આવેલી ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ રેડમાં પોલીસને એક સર્વર મળ્યું હતું. પોલીસને શંકા છે કે આ સર્વર યૂકેની કંપની કેનરિન લિમિટેડને પોર્ન વીડિયો મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. જોકે રાજ કુન્દ્રા સતત દાવો કરી રહ્યો છે કે એ હોટશોટ્સ એપ્લિકેશનનો માલિક નથી. તેનું કહેવું છે કે, આ એપ્લિકેશન તેણે પોતાના સંબંધીને વેચી દીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments