Homeગામનાં ચોરેદેશની અર્થવ્યવસ્થામાં હજુ મુશ્કેલ સમય આવવાનો છે: મનમોહન સિંહ

દેશની અર્થવ્યવસ્થામાં હજુ મુશ્કેલ સમય આવવાનો છે: મનમોહન સિંહ

Team Chabuk-National Desk: દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આઝાદી બાદ સૌથી ઉચ્ચ સપાટી પર છે. જેથી મોંઘવારીના દરમાં પણ વધારો થઈ રહ્યો છે. માજા મૂકેલી મોંઘવારી મુદ્દે વિપક્ષે પણ સંસદમાં હલ્લાબોલ કર્યું છે. તો આર્થિક મોરચા પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી મનમોહન સિંહે ચિંતા વ્યક્ત કરી છે.

શુક્રવારના રોજ એમણે કહ્યું હતું કે, દેશ માટે આગળનો પથ 1991નાં આર્થિક સંકટ કરતા પણ પડકારજનક છે અને દેશને તમામ ભારતીયો માટે સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે પોતાની પ્રાથમિકતાઓને ફરી તપાસવાનું રહેશે. વધુમાં તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થામાં હજુ મુશ્કેલ સમય આવવાનો છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દેશના પૂર્વ નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવાના અવસર પર તેઓએ પોતાની વાત સામે રાખી હતી. તેમણે કોરોના મહામારી બાદ પેદા થયેલા આર્થિક સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ અવસર પર તેમણે જણાવ્યું હતું કે, 1991માં 30 વર્ષ પહેલા, કોંગ્રેસ પાર્ટીએ ભારતની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ સુધારાઓની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ સામે રાખ્યો હતો. ગત ત્રણ દાયકાઓ દરમ્યાન વિભિન્ન સરકારોએ આ માર્ગનું અનુકરણ કર્યું છે અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અરબ ડોલરની થઈ ગઈ છે અને એ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક છે.

પોતાના નિવેદનમાં મનમોહન સિંહે કહ્યું હતું કે, આ સૌથી મહત્વપૂર્ણ વાત છે, કે આ ત્રીસ વર્ષોમાં આશરે 30 કરોડ ભારતીય નાગરિક ગરીબીને પરાજય આપી ચૂક્યા છે. લાખો નોકરીની તકો ઊભી થઈ છે. સુધારાઓની પ્રક્રિયા આગળ વધતા સ્વતંત્ર ઉપક્રમોની ભાવના શરૂ થઈ, જેનું પરિણામ એ આવ્યું છે કે, ભારતમાં કેટલીય વિશ્વ સ્તરીય કંપનીઓ અસ્તિત્વમાં આવી અને ભારત કેટલાય ક્ષેત્રોમાં વૈશ્વિક તાકત બનીને ઉભર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ સૌભાગ્યશાળી છે કે તેમને કોંગ્રેસમાં કેટલાય સાથીઓ સાથે મળીને સુધારાઓની પ્રક્રિયામાં ભૂમિકા નિભાવી. તેઓ ખુશ છે અને ગર્વની અનુભૂતિ કરે છે. આગળ તેમણે કહ્યું હતું કે, ગત ત્રણ દાયકાઓથી આપણા દેશે શાનદાર આર્થિક પ્રગતિ કરી છે. જોકે કોવિડના કારણે મચેલી તબાહી અને કરોડો નોકરીઓ જવાનું દુ:ખ પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments