Homeગામનાં ચોરેવિદ્યાર્થિની ફી માફીની અરજી લઈને આચાર્ય પાસે ગઈ, આચાર્યએ જાહેરમાં અપમાન કર્યું,...

વિદ્યાર્થિની ફી માફીની અરજી લઈને આચાર્ય પાસે ગઈ, આચાર્યએ જાહેરમાં અપમાન કર્યું, વિદ્યાર્થિનીનું રડી-રડીને મૃત્યું

Team Chabuk-National Desk: શબ્દોનો ઘા તલવાના ઘા કરતાં પણ તેજ હોય છે. એટલે જ જે બોલીએ તે એ વિચારીને બોલવું જોઈએ કે તેની સામેવાળી વ્યક્તિ પર શું અસર થશે. તેમાં પણ સામે વાળી વ્યક્તિ જ્યારે અતિસંવેદનશીલ હોય તો શબ્દોથી થયેલી ઈજાનું ગંભીર પરિણામ જ આવે છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બન્યો છે. આરોપ છે કે, અહીં એક સ્કૂલના આચાર્યએ ફી માટે જાહેરમાં 10મા ધોરણની વિદ્યાર્થિનીનું અપમાન કર્યું. અપમાન સહન ન થતાં વિદ્યાર્થિની એટલું રડી કે રડતાં રડતાં જ તેનું મૃત્યું થઈ ગયું. દાવો કરાયો છે કે, વિદ્યાર્થિની ફી માફીની અરજી લઈને આચાર્ય પાસે ગઈ હતી. જો કે, આચાર્યએ ફી માફ કરવાની જગ્યાએ તેને ખરીખોટી સંભળાવી દીધી હતી.

ઉન્નાવમાં રહેતી અને 10માં ધોરણમાં રહેતી સ્મૃતિ અવસ્થી નામની 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની અચાનક વિદાયથી પરિવાર શોકમાં ગરકાવ છે. સ્મૃતિના પરિવારનું કહેવું છે કે, તેમની પાસે ફી ભરવાના રૂપિયા ન હતા તેથી સ્મૃતિ ફી માફીની અરજી લઈને પ્રિન્સિપાલ પાસે ગઈ હતી. આ બાબતે જ પ્રિન્સિપાલે જાહેરમાં તેનું અપમાન કર્યુ હતું. સ્મૃતિના પરિવારે કહ્યું કે, સ્કૂલમાં થયેલા અપમાનથી તે ખૂબ દુઃખી હતી. સ્મૃતી રડતાં-રડતાં ઘરે પહોંચી હતી અને બેભાન થઈ ગઈ હતી.

આ સમગ્ર મુદ્દે સ્મૃતિના કાકાએ કહ્યું કે, સ્મૃતિ એબી નગરમાં ઈન્ટર કોલેજમાં ધોરણ 10મા અભ્યાસ કરતી હતી. કોરોનાના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ફી ભરી શકાય તેવી હાલત ન હતી. એટલે સ્મૃતિ ફી માફી માટે આચાર્ય પાસે ગઈ હતી. જેણે દયા દાખવવાના બદલે અસભ્ય વર્તન કર્યું. જાહેરમાં દીકરીની બેઈજ્જતી કરી. માસૂમ દીકરીના માનસ પર આની ઉંડી અસર પડી. તે આ આઘાત સહન ન કરી શકી. તે બેહોશ થઈને પડી પછી પરિવારે તેના પર પાણી પણ છાંટ્યું તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા જો કે, સ્મૃતિ ત્યારબાદ ભાનમાં જ ન આવી. હોસ્પિટલનમાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી.

બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્મૃતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. આ સમગ્ર મુદ્દે સ્મૃતિના પરિવારે શાળા સંચાલકો અને આચાર્ય સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે પરિવારની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments