દુબઈના શાસકની પૂર્વ પત્ની રાજકુમારી હયા ફરી એકવાર ચર્ચામાં છે. 2018માં દુબઈથી ફરાર થયેલી રાજકુમારી હયા હાલ લંડનમાં રહે છે. તેના વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાજકુમારી હયાનો તેના બોડીગાર્ડ સાથે સંબંધ હોવાનો ખુલાસો થયો છે. જો કે, તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે રાજકુમારીએ પોતાના સંબંધ છુપાવવા 12 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
છતાં સત્ય સામે આવી જ ગયુ. જે બોડીગાર્ડ સાથે અફેરની ચર્ચા છે તેનું નામ રશેલ છે. જે 37 વર્ષનો છે. જ્યારે રાજકુમારીની ઉંમર 46 વર્ષની છે. પોતાનાથી 10 વર્ષ નાના બોડીગાર્ડને રાજકુમારી હયા કિંમતી વસ્તુઓની ભેટ પણ આપતી જેમ કે, 12 લાખ રૂપિયાની ઘડિયાળ અને 50 લાખ રૂપિયાની બંદૂક.
બ્રિટનની કોર્ટમાં ચાલેલી સુનાવણીના આધારે એક રિપોર્ટમાં દાવો કર્યા છે કે, રાજકુમારી હયાએ પોતાના સંબંધો છુપાવવા માટે કરોડો રૂપિયા લૂંટાવી દીધા. રાજકુમારીએ પોતાના સંબંધો વિશે કંઈ પણ ન બોલવાના પોતાના બોડીગાર્ડને 12 કરોડ રૂપિયા આપ્યા હતા.માત્ર રશેલને જ નહીં હયાએ અન્ય બેથી ત્રણ બોડીગાર્ડને પણ કરોડો રૂપિયા આપ્યા હોવાનો દાવો છે.
રાજકુમારી હયાનો બોડીગાર્ડ પરણિત હતો જેની સાથે રાજકુમારીના અફેરની વાત ચાલી રહી છે. ચર્ચા એવી છે કે, રાજકુમારી સાથેના અફેરના કારણે તેનું લગ્નજીવન ટકી ન શક્યું. બોડીગાર્ડની પત્ની તેને આ જ કારણોસર છોડી ગયાની ચર્ચા છે.
બીજી તરફ એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, તેમણે રાજકુમારી અને બોડીગાર્ડ રશેલનો સંપર્ક કર્યો હતો જો કે, રશેલે કંઈ બોલવાનો ઈનકાર કરી દીધો હતો જ્યારે રાજકુમારી હયાએ આ વાતનું ખંડન કર્યું હતું.
આ પહેલાં હયા બાળકોની કસ્ટડી લેવા માટે ચર્ચા ચર્ચામાં આવી હતી. તેણે પુત્રી ઝાલિયા અને પુત્ર ઝાયદની કસ્ટડી લેવા માટે બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે હયાના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો.
રાજકુમારી હયા જ્યારે દુબઈથી બંને બાળકોને લઈને ફરાર થઈ હતી ત્યારે તે તની સાથે કરોડો રૂપિયા પણ લઈ ગઈ હોવાનો દાવો છે. અંદાજે 271 કરોડ રૂપિયા. આ સિવાય હયાએ જર્મની પાસે આસરો પણ માગ્યો હતો. જર્મનીએ તેની અરજ સ્વીકાર કરી હતી.
રાજકુમારી હયા જ નહીં દુબઈના અરબપતિ શાસકની અન્ય બે પત્નીઓએ પણ દુબઈમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરાય છે. દુબઈની રાજકુમારી લતીફા અને શમસાએ પણ ભાગવાની કોશિશ કરી હતી. જો કે બંને રાજકુમારી ઝડપાઈ ગઈ હતી અને તેને ફરી શેખ મહમ્મદ બિન રાશીદ અલ મખ્તુમને સોંપી દેવાઈ હતી. અરબપતિ શાસકની પત્ની હોવા છતાં ઘરમાંથી ભાગવાની કોશિશ કેમ કરે છે તે આજ સુધી જાણી શકાયું નથી.
તમને ખબર છે સાઉદી અરબના મહિલાઓ માટે કાયદાઓ ખુબ જ કડક છે. તેમાનો એક કાયદો છે મહિલાઓ પર પુરૂષ સાથે વાત નથી કરી શકતી. જો કોઈ સ્ત્રી આવું કરતી જોવા મળે તો તેને ગુનેગાર માનવામાં આવે છે. ત્યાં સુધી કે આ દેશમાં રેસ્ટોરન્ટમાં પણ એવી વ્યવસ્થા કરાઈ છે જેમાં મહિલાઓ માટે અલગ જગ્યા હોય.
સાઉદી અરબમાં કોઈ પત્નીને તેના પતિને છુટાછેડા આપવા બહુ મુશ્કેલ છે. એમ માની લો ને કે મહિલા પુરૂષને છુટાછેડા ન જ આપી શકે. એટલું જ નહીં સાઉદી અરબની મહિલા કોઈ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન પણ નથી કરી શકતી. રાજકુમારી હયા મુળ જોર્ડનની રાજકુમારી હતી. જેણે દુબઈના શાસક શેખ મહમ્મદ બિન રાશીદ અલ મખ્તુમે સાથે લગ્ન કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત