Homeગામનાં ચોરેચાર શૈતાનોએ કૂતરાને બાંધી તેના ત્રણ પગ કાપી નાખ્યાં

ચાર શૈતાનોએ કૂતરાને બાંધી તેના ત્રણ પગ કાપી નાખ્યાં

Team Chabuk-National Desk: રાજસ્થાનના અલવર જિલ્લામાં કૂતરાની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. નજીવી વાતમાં પાડોશીએ કુહાડીનાં પગમાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને તે વીડિયો માનવતાને શર્મશાર કરી મૂકે તેવો છે.

કૂતરાને પહેલા દોરડા વડે કસીને બાંધવામાં આવ્યો હતો. જે પછી કુહાડીની મદદ વડે તેનાં ત્રણ પગ કાપી નાખવામાં આવ્યા. કૂતરાના પગ કપાતા રહ્યા, તે રાડો પાડતો રહ્યો, પણ તે શૈતાનમાં દયા નામનો છાંટો નહોતો. આખરે કૂતરાનું મૃત્યુ થઈ ગયું. પોલીસે આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોની વિરૂદ્ધ પશુક્રૂરતાનાં કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે.

એસઆઈ રામભજન મીણાએ જણાવ્યું કે રૈણી વિસ્તારના રહેવાસી અશોકના પુત્ર કાલુરામ મીણાએ એક કૂતરો પાડીને રાખ્યો હતો. બુધવારના રોજ સવારના સાડા સાત વાગ્યાની આસપાસ બાબુપુત્ર મિડ્યા મીણા, સંતોષપુત્ર બાબુ મીણા, સોનુ અને જીતુપુત્રાન કૃપાલ મીણા તેના કૂતરાને ખેતરમાંથી ઉઠાવીને લઈ ગયા. એ પછી લોહીયાળ ખેલ શરૂ થયો. કૂતરાના ત્રણ પગ કાપવાનો બર્બરતાપૂર્વકનો ખેલ.

કૂતરાના પગ કપાયા પછી ત્રણ કલાક સુધી તેને તડપાવવામાં આવ્યો. જ્યારે કૂતરાના માલિકને આ વાતની ખબર પડી અને તે ત્યાં પહોંચ્યો તો આરોપી તેનો જીવ લેવા પણ પાછળ દોડ્યો હતો. ઘાયલ કૂતરાના શરીરમાંથી વધારે માત્રામાં લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

કૂતરાના માલિકે આ ઘટનાના ભૂતકાળ વિશે જણાવ્યું કે આરોપીઓને અંદેશો હતો કે થોડા દિવસ પહેલા તેની બકરીના બચ્ચાને કૂતરો ઉઠાવીને લઈ ગયો છે. જ્યારે વાસ્તવમાં ગલીનો કોઈ અન્ય કૂતરો બકરીના બચ્ચાને ઉઠાવીને લઈ ગયો હતો. હત્યારાઓને સમજણ ફેર થઈ હતી પણ ત્યાં સુધીમાં તેઓએ કૂતરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે આ સમગ્ર ઘટનામાં કેસ ફાઈલ કરી કૂતરાનાં મૃતદેહનું રૈણી પશુ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અહીંના પશુ ચિકિત્સક ડો.સત્યનારાયણ ગુપ્તાએ જણાવ્યું કે કૂતરાનું મૃત્યુ વધારે માત્રામાં લોહી વહેવાના કારણે થયું છે. તેના ત્રણ પગ કાપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના પ્રભારી હનુમાન સહાય મીણાએ જણાવ્યું કે, 4 આરોપીઓની વિરૂદ્ધ પશુક્રૂતાની કલમ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પીપલ્સ ફોર એનીમલ રાજસ્થાનના પ્રદેશ પ્રભારી બાબુલાલ જાજુનું કહેવું છે કે, જે પ્રકારનું કૃત્ય જાણકારીમાં આવ્યું છે એ અમાનવીય અને હ્રદયને હચમચાવી નાખનારું છે. આમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ન બને.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments