Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળમાં બીજેપીના કાર્યકર્તા દેબાશીષ આચાર્યની ગુરૂવારના 17 જૂનના રોજ સંદિગ્ધ હાલતમાં મૃત્યુ થઈ ગઈ. દેબાશીષે 2015ની સાલમાં એક ભરી જનસભામાં TMCના વરિષ્ઠ નેતા ને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને થપ્પડ મારી દીધી હતી. દેબાશીષના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તેમની હત્યા થઈ છે.
દેબાશીષને ગંભીર હાલતમાં 17 જૂનનાં રોજ મિદનાપુરના તોમલુક જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જેની થોડી ક્ષણો બાદ જ તેઓ મૃત્યુ પામ્યા. સવારના 4—10 વાગ્યે કેટલાક લોકો દેવાશીષને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને ભરતી કરાવ્યા બાદ એ લોકો ચાલ્યા ગયા હતા. ઘાયલ દેબાશીષે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. દેબાશીષના પરિવારજનોને જેવી ખબર પડી કે તેઓ જલ્દી જ હોસ્પિટલે પહોંચી ગયા હતા. પોલીસને પણ આ ઘટના વિશે સૂચિત કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે 16 જૂનની રાતે દેબાશીષ પોતાના બે મિત્રોની સાથે મોટરસાઈકલ પર ઘુમવા નીકળ્યો હતો. સોનાપેટા ટોલ પ્લાઝાની પાસે એક ચાની દુકાન પર તેણે ચા પીધી. આ સમયે દેબાશીષના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. એ બંને મિત્રને છોડી ત્યાંથી નીકળી ગયો. એ પછી થોડા કલાકોમાં જ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.
દેબાશીશ આચાર્યનું નામ 2015ના રોજ સમાચારમાં આવ્યું હતું. જ્યારે પૂર્વ મિદનાપુરના ચંડીપુરની એક જનસભા દરમ્યાન તેમણે અભિષેક બેનર્જીને થપ્પડ ઝીંકી દીધી હતી. એ પછી દેબાશીષની ટીએમસીના કાર્યકર્તાઓએ પીટાઈ કરી હતી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. એ સમયે પરિવારના લોકોએ એવો દાવો કર્યો હતો કે દેબાશીષની માનસિક હાલત ઠીક નથી.
આ ઘટના બાદ ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ તો દેબાશીષને માફ કરી દેવાની પણ વાત કહી હતી. જોકે ટીએમસીના જ કેટલાક નેતાઓને થપ્પડ મારવાની ઘટના પસંદ નહોતી આવી. ટીએમસીના નેતા સુબ્રત મુખર્જીએ આ ઘટનાની તુલના ઈન્દિરા ગાંધીની 1984માં થયેલી હત્યાની સાથે કરી હતી.
સુબ્રત મુખર્જીએ દેબાશીષની પીટાઈને પણ યોગ્ય ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીટાઈ થપ્પડ મારવાની ઘટનાનું રિએક્શન છે. આનાથી પણ વધારે ભયંકર થઈ શકતું હતું. તમામ લોકો રાજનીતિમાં ભારત સેવાશ્રમ સંઘ અથવા તો રામકૃષ્ણ મિશનથી નથી આવતા. કંઈ મોટું નથી થયું. યુવક જીવિત છે. જે થયું એ તો કંઈ ન હતું.
દેબાશીષને જ્યારે પોલીસને હવાલે કરવામાં આવ્યો તો પોલીસે પણ મોટી કલમો લગાવી દીધી હતી. સામે પીટાઈ કરનારા ટીએમસીના કાર્યકર્તાઓ પર પણ કલમો લાગી હતી. જોકે થોડા સમય પછી અભિષેક બેનર્જીના કહેવા પર આ આખી વાતને રફા દફા કરી દેવામાં આવી હતી. 2020ની સાલમાં દેબાશીષે ભાજપ જોઈન કરી લીધું હતું. 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપનો પ્રચાર પણ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત