Team Chabuk-Sports Desk: વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 71 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો કે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કોહલીએ અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને બંને કપલનો આ રોમેન્ટિક અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સિવાય વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના પતિના જોરદાર વખાણ કર્યા હતા. બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્નીએ લખ્યું છે કે ‘વાહ, શું ઇનિંગ છે.’
બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ક્લાસેનની સદીના કારણે 186 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ બે વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. RCB માટે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જીત સાથે, RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત