Homeદે ઘુમા કેપ્રથમ મેચ પહેલાં RCBને વધુ એક ઝટકો, વધુ એક ખેલાડી પોઝિટિવ

પ્રથમ મેચ પહેલાં RCBને વધુ એક ઝટકો, વધુ એક ખેલાડી પોઝિટિવ

Team Chabuk–Sports Desk: ઈન્ડિયન પ્રિમયર લીગ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જો કે, આઈપીએલ શરૂ થવાની તારીખ નજીક આવતા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચિંતા વધી છે કારણ કે RCBનો વધુ એક ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

ડેનિયલ પોઝિટિવ

RCBના ખેલાડી ડેનિયલ સેમ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સેમ્સને ક્વોરેન્ટાઈન કરાયો છે. હાલ તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આ પહેલાં ટીમનો ઓપનર દેવદત્ત પડીક્કલ કોરોના સંક્રમિત થયો હતો.

કુલ ચાર ખેલાડી પોઝિટિવ

IPL 2021માં ડેનિયલ સેમ્સ ચોથો ખેલાડી બન્યો છે જે કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. આ પહેલાં નીતિશ રાણા, અક્ષર પટલ અને દેવદત્ત પડીક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સેમ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બીજો ખેલાડી છે જે કોરોના સંક્રમિત થયો છે.

RCBના બે ખેલાડી સંક્રમિત

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે, સેમ્સનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફ્રેન્ચાઈઝી મુજબ ચેન્નઈની હોટલમાં ડેનિયલ સેમ્સનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સેમ્સ ક્વોરેન્ટાઈન

ફ્રેન્ચાઈઝીએ કહ્યું, 2 એપ્રિલે ચેન્નઈની હોટલમાં સેમ્સનો કોરોના રિપોર્ટ કરાયો હતો. 2 એપ્રિલે તેનો રિપોર્ટ નેગેટિવ હતો. 7 એપ્રિલે સેમ્સનો બીજો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સેમ્સને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. જ્યાં તબીબની ટીમ તેની દેખરેખ કરી રહી છે.

22 માર્ચે દેવદત્તનો રિપોર્ટ પોઝિટિવ

આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઓપનર દેવદત્ત પડીક્કલ કોરોનાગ્રસ્ત થયો હતો. 22 માર્ચે દેવદત્ત પડીક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારરબાદ દેવદત્તને તેના બેંગ્લોર સ્થિત ઘરે જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. હવે પડીક્કલની ટીમમાં ત્યારે જ વાપસી થશે જ્યારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે.

RCBની ચિંતા વધી

RCBના આ બંને ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે શરૂઆતની મેચ નહીં રમી શકે. જેથી કેપ્ટન કોહલીની પણ ચિંતા વધી છે. આઈપીએલની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે. 9 એપ્રિલથી IPL શરૂ થઈ રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સને રાહત

બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે. મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સની ટ્રેનિંગ રદ કરી તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટમાં ટીમનો એક પણ ખેલાડી પોઝિટિવ ન આવતા ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો. ખેલાડીઓની સાથે સ્ટાફનો પણ રિપોર્ટ કરાયો હતો. જો કે, કિરણ મોરેમાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેમને આઈસોલેટ કરાયા છે.

10 દિવસ આઈસોલેટ કરાશે

BCCIએ જાહેર કરેલી રિલીઝ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ અને કિરણ મોરે હેલ્થ ગાઈડલાઈન્સને ફોલો કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ કિરણ મોરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, BCCIની એસઓપી મુજબ જો કોઈ ખેલાડી અથવા તો સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને 10 દિવસ સુધી આઈસોલેટ કરવામાં આવશે.

મુંબઈમાં સ્થિતિ ખરાબ

આઈપીએલનો શુભારંભ 9 એપ્રિલે ચેન્નઈમાં થશે જ્યારે 10 એપ્રિલે મુંબઈમાં પહેલી મેચ રમાશે. મુંબઈમાં હાલ  સ્થિતિ ખરાબ છે. વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના 3 સભ્ય કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેથી ગ્રાઉન્ડ સ્ટાફ માટે નિયમો કડક બનાવાયા છે. હાલ તમામ કર્મચારીઓને વાનખેડે સ્ટેડિયમના એક ક્લબ હાઉસમાં જ રાખવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments