Team Chabuk-National Desk: કોરોના વાઈરસની લહેર પહેલા કરતાં વધારે ઘાતક પૂરવાર થઈ રહી છે. તેના પૂરાવા રોજ આવી રહેલા અઢળક કેસ દ્વારા મળી રહ્યા છે. જોકે ડોક્ટર્સે રોજ આવતા અધમણ કેસ પાછળ એક બીજું કારણ પણ ગણાવ્યું છે. દિલ્હીના લોકનાયક હોસ્પિટલના એમ.ડી. ડો સુરેશ કુમારનું કહેવું છે કે આ વખતે બીમાર થનારાઓમાં સૌથી વધુ યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.
ડો.સુરેશ કુમારે કહ્યું કે નવી લહેર પહેલા કરતાં વધારે ઝડપથી પ્રસરી રહી છે. પ્રથમ અઠવાડિયામાં વીસ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થયા હતા. હવે આ સંખ્યા 170 સુધી પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે હોસ્પિટલ માટેના ખાટલાની માગમાં વધારો થઈ રહ્યો છે.
ડો.સુરેશે કહ્યું કે, પહેલા જે લોકો કોરોનામાં સંક્રમિત થઈ રહ્યા હતા, તેમાં મોટાભાગના વૃદ્ધો હતા. જોકે આ વખતે યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ છે. જે ચિંતાનો વિષય છે. અમે હોસ્પિટલમાં કોરોનાની આ લહેરનો સામનો કરવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. લોકનાયક હોસ્પિટલમાં ઓપીડીની સુવિધાઓ બંધ કરવાને લઈ પ્રતિક્રિયા આપતા ડો.સુરેશે કહ્યું કે, હાલમાં એવી કોઈ યોજના નથી.
દિલ્હીમાં થોડા સમયથી કોરોનાના કેસમાં માતબર વૃદ્ધી આવી છે. દિલ્હીમાં ગત્ત 24 કલાકમાં કોરોનાના 5100 કેસ સામે આવ્યા છે. જે નવેમ્બર 2020 પછીનો સૌથી મોટો આંકડો છે. આ કારણે જ દિલ્હીમાં હવે નાઈટ કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
દિલ્હી સિવાય મહારાષ્ટ્રની ભૂમિ પણ કોરોનાની ભૂમિ બની ગઈ છે. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કુલ 56 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં પણ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
જો સમગ્ર દેશના આંકડાઓ પર એક નજર કરવામાં આવે તો ગત્ત દિવસે કોરોનાના 1.15 લાખ કેસ સામે આવ્યા હતા. આ આંકડાઓએ ગત્ત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દેશમાં હવે 8.41 લાખ એક્ટિવ કેસ છે. હોળી બાદ દેશમાં કોરોનાના કેસની ઝડપમાં વૃદ્ધી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ નાઈટ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાતના વીસ જિલ્લાઓમાં આજ રાતના આઠ વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાગી જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત