Homeદે ઘુમા કે2019 બાદ આઈપીએલની પ્રથમ હેટ્રીક, પટેલ બન્યો બેંગ્લોરનો ત્રીજો બોલર

2019 બાદ આઈપીએલની પ્રથમ હેટ્રીક, પટેલ બન્યો બેંગ્લોરનો ત્રીજો બોલર

Team Chabuk-Sports Desk: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2021ના 39માં મુકાબલામાં મુંબઈને 54 રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. આરસીબીની જીતમાં હર્ષલ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પટેલે આ મેચમાં હેટ્રીકની સાથે કુલ ચાર વિકેટ ઝડપી મુંબઈની ટીમને ઘૂંટણીયે લાવી દીધી હતી. હર્ષલે આ કમાલ 17મી ઓવરમાં કર્યો હતો. તેણે સતત ત્રણ બોલમાં ત્રણ ખેલાડીઓને પવેલિયન પરત મોકલ્યા હતા.

rps baby world

આઉટ થનારા ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ અને રાહુલ ચાહરનો સમાવેશ થાય છે. પટેલે 3.1 ઓવરમાં 17 રન આપીને  કુલ ચાર વિકેટ પ્રાપ્ત કરી હતી. હવે આઈપીએલમાં આરસીબી તરફથી હેટ્રીક લેનારો હર્ષલ પટેલ ત્રીજો બોલર છે.

rps baby world

આઈપીએલમાં બે વર્ષ બાદ કોઈ ખેલાડીએ હેટ્રીક લીધી છે. વર્ષ 2019માં પંજાબની તરફથી રમતા સેમ કરને હેટ્રીક લીધી હતી. જે હવે ચૈન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આ સિવાય આ જ વર્ષે શ્રેયસ ગોપાલે પણ હેટ્રીક લીધી હતી. હર્ષલ પટેલ આરસીબી માટે હેટ્રીક લેનારો ત્રીજો બોલર બની ચૂક્યો છે. આ પહેલા વર્ષ 2010માં પ્રવીણ કુમારે રાજસ્થાનની વિરૂદ્ધ અને 2017માં સેમ્યુઅલ બર્દીએ મુંબઈની વિરૂદ્ધ હેટ્રીક લીધી હતી.

rps baby world

પટેલની હેટ્રીક અને ગ્લેન મેક્સવેલના ઓલરાઉન્ડર પ્રદર્શનના સહારે બેંગ્લોરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી પરાજય આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમે 6 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. બેંગ્લોરે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી ટીમ 18.1 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં ઉમદા પ્રદર્શન કરવા બદલ ગ્લેન મેક્સવેલને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments