Team Chabuk-Tech Desk: ઉત્તરાયણનો પર્વ છે. તહેવારના દિવસે નવી વસ્તુ ખરીદવાનું મહત્વ વધારે હોય છે. ત્યારે જે લોકો ઓછા બજેટમાં સારો સ્માર્ટફોન ખરીદવા માગતા હોય તેના માટે સારા સમાચાર છે. રેડમીના એક સ્માર્ટ ફોનનો આજથી સેલ શરૂ થઈ રહ્યો છે. 48 મેગા પિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન અને એ પણ બજેટમાં મળી જાય તો તો ઉત્તરાયણ સુધરી જાય. તો જાણી લો આ આ સ્માર્ટ ફોન વિશે.

Redmi 9 Power ફરી એક વાર બજારમાં ધૂમ મચાવવા આજથી આવી રહ્યો છે. આજથી ફરી આ સ્માર્ટફોનનો સેલ શરૂ થઈ રહ્યો છે. શાઓમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ઓછા બજેટવાળા લોકો માટે બેસ્ટ છે. આ સ્માર્ટ ફોનની તુલના Samsung Galaxy M11, Vivo Y20 સાથે કરવામાં આવી રહી છે. Redmi 9 Power સ્માર્ટ ફોનમાં સ્ટીરિયો સ્પીકર છે. ફોટો પ્રેમી માટે કંપની આ ફોનમાં 48 મેગા પિક્સલ રિઅર ક્વોડ કેમેરો આપી રહી છે. ફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે.
આટલી છે કિંમત
Redmi 9 Powerની કિમત ભારતમાં 10,999 છે. 10,999 રૂપિયાના આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી મળશે જ્યારે 11999 રૂપિયામાં આ જ મોડેલમાં 4 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ મેમરી મળશે. જે લોકો ઉત્તરાયણના દિવસે સેલની રાહ જોઈને બેઠા હતા તેઓના માટે આ સ્માર્ટફોનની સેલ આજથી શરૂ થઈ રહી છે. એમેઝોન ઈન્ડિયા અને શાઓમીની વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરી શકાશે. 14 જાન્યુઆરીએ 12 વાગ્યે સેલ શરૂ થશે.

ચાર કલરમાં ફોન ઉપલબ્ધ
કંપની આ સ્માર્ટફોન ખરીદવા માટે ચાર કલર ઓપ્શન આપી રહી છે. બ્લેજિંગ બ્લૂ, ઈલેક્ટ્રિક ગ્રીન, ફિયરી રેડ અને માઈટી બ્લેક કલરમાં ફોન ઉપલબ્ધ છે. એટલે કે બ્લૂ, ગ્રીન, રેડ અને બ્લેક કલરમાં ફોન મળી રહેશે. આ ચારમાંથી તમે તમારો ગમતા કલરમાં ફોન ખરીદી શકો છો.

ફોનની વિશેષતા
Redmi 9 Power ફોનમાં ડ્યુઅલ નેનો સીમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 miui 12 સિસ્ટમ છે. 6.53 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. સાથે જ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3થી ડિસ્પ્લેને સુરક્ષિત કરવામાં આવી છે. Redmi 9 Powerની ઈન્ટરનલ મેમરી 128 જીબી સુધીની છે જેને તમે તમારા ઉપયોગના આધારે 512 જીબી સુધી વધારી શકો છો.
Redmi 9 Powerમાં 4 જીબી LPDDR4X રેમ અને Adreno 610 gpu સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનના સ્ટીરિયો સ્પીકરથી મ્યૂઝિક લવર ખુશ થશે.

હવે મુદ્દાની વાત
Redmi 9 Powerમાં ફિંગરપ્રિન્ટ સેંસર છે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર સાઈડમાં આપવામાં આવ્યું છે. ફોનની બેટરી આખો દિવસ વાપરશો તો પણ પૂરી નહીં થાય કેમ કે. ફોનમાં 6000 mAhની બેટરી આપવામાં આવી છે. ચાર્જિંગ કરવામાં સરળતા રહે તે માટે 18w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ ફોન લોકોને તેના કેમેરાના કારણે આકર્ષી રહ્યો છે. કેમ કે 11 હજારની કિંમતમાં સ્માર્ટ ફોનમાં 48 મેગા પિક્સલનો રિઅર પ્રાયમરી કેમેરો આપવામાં આવ્યો છે. 8 મેગા પિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરો, 2 મેગા પિક્સલ મેક્રો કેમેરો અને 2 મેગા પિક્સલનો ડેપ્થ કેમેરો પણ મળશે. જ્યારે સેલ્ફી માટે 8 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. એટલે કે આ ફોનમાં કૂલ ચાર રિઅર કેમેરા છે અને સાથે ફ્લેશ લાઈટ પણ.

Redmi 9 Powerના સ્પેસિફિકેશન્સ
| ડિસપ્લે | 6.53 ઈંચ FHD+IPS |
| પ્રોસેસર | ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 |
| ફ્રંટ કેમરા | 8 મેગા પિક્સલ |
| રિઅર કેમેરા | 48+8+2+2 મેગાપિક્સલ |
| રેમ | 4 જીબી |
| સ્ટોરેજ | 64જીબી અને 128જીબી |
| બેટરી ક્ષમતા | 6000 mAh |
| OS | એન્ડ્રોઈડ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત