Team Chabuk-Auto Desk: પહેલાં લોકો બાઈક લેવાનું સ્વપ્ન જોતાં. બાઈક ખરીદી લે એટલે લાગતું કે ગંગા ન્હાયા. પરંતુ જમાનો બદલાતા લોકોના શોખ પણ બદલાય રહ્યા છે. લોકોના સ્વપ્નમાં હવે કાર આવે છે. કાર લેવી એ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. કારમાં પણ હવે SUV કારનો જમાનો છે. ત્યારે ભારતીય બજારમાં લોન્ચ થઈ છે સૌથી સસ્તી SUV. ભારતીય બજારમાં રેનો કિગર (Renault Kiger)નો પ્રવેશ થઈ ચુક્યો છે.
ફ્રાન્સની કાર બનાવતી કંપની રેનોએ પોતાનું મહત્વનું કાર મોડેલ SUV Kiger ભારતમાં લોન્ચ કરી દીધું છે. જેની શરૂઆતની કિંમત 5.45 લાખ રૂપિયા રાખવામાં આવી છે. રેનો કંપની કિગર SUV ગ્રાહકોને 5.45 લાખ રૂપિયામાં આપી રહી છે. ભારતીય કાર માર્કેટમાં કિગરની હરીફાઈ મારુતિ સુઝુકી વિટારા બ્રેજા, હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સોન, મહિન્દ્રા XUV300, કિઆ સોનેટ અને નિસાન મેગ્નાઈટ જેવી કાર સાથે થઈ રહી છે.

ભારતમાં કાર લેવાની રાહ જોઈને બેઠેલા અનેક લોકો રેનો કિગરની કિંમતની રાહ જોઈને બેઠા હતા. હવે કંપનીએ આ સેગમેન્ટમાં સૌથી સસ્તી કોમ્પેક્ટ SUV લોન્ચ કરીને આ સેગમેન્ટમાં મળતી અન્ય કાર કંપનીઓને પડકાર ફેંક્યો છે. રેનો કંપનીએ કિગરની શરૂઆતની કિંમત 5.45 લાખ રૂપિયા અને ટોપ મોડેલની કિંમત 9.55 લાખ રૂપિયા રાખી છે.

ભારતમાં ધીમે ધીમે કોમ્પેક્ટ SUVની માગ વધી રહી છે. ગ્રાહકો SUV કાર વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે ગ્રાહકોના માગને ધ્યાને રાખીને હવે રેનો કંપનીએ પણ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં એન્ટ્રી મારી દીધી છે. કંપનીએ કિગરની ડિઝાઈન પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. રેનોએ RxE, RxL, RxT અને RxZ એમ ચાર વેરિયન્ટ સાથે કિંગરને ભારતીય બજારમાં લોન્ચ કરી છે.
રેનો કિંગરના આ મોડેલ પહેલાં ભારતીય બજારમાં સસ્તી કોમ્પેક્ટ SUVની વાત કરીએ તો તે હતી નિસાન Magnite, જે 4 લાખ 99 હજારમાં ગ્રાહકોને મળતી હતી ત્યારબાદ તેની કિંમત વધારીને 5 લાખ 49 હજાર કરી દેવામાં આવી હતી. જો કે હવે સસ્તા કોમ્પેક્ટ SUVમાં કિગરે ભારતીય બજારમાં પ્રવેશ કરી લીધો છે.

કિગરનો લુક એકદમ સ્પોર્ટી અને મોડર્ન છે. કારમાં સ્પ્લિટ એલઈડી હેડલેમ્પની સાથે એલઈડી DRLs પણ છે. કારમાં 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલર પણ છે. પુશ-બટન સ્ટાર્ટની સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યો છે. ઓછા ખર્ચમાં સારો એવો ડ્રાઈવિંગ અનુભવ તમને આ કાર કરાવશે તેવો દાવો કંપની કરી રહી છે.
એન્જિનની વાત કરીએ તો કિગરમાં 1.0 લીટર નેચરલ એસ્પાયર્ડ અને ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. નેચરલ એસ્પાયર્ડ 72psની તાકાત આપશે અને 96 nmનો ટાર્ક પેદા કરશે. જ્યારે ટર્બો એન્જિન 100 psની તાકાત પ્રદાન કરશે અને 160 nm ટાર્ક પેદા કરવામાં સક્ષમ હશે.
રેનો કિગર લોન્ચ થઈ તે પહેલાથી જ ગ્રાહકો તેનું એડવાન્સ બુકિંગ કરાવવા લાગ્યા હતા. કંપનીએ પણ ગ્રાહકોને ડિમાન્ડને જોતાં અગાઉથી જ બુકિંગ ચાલુ કરી દીધું હતું. હવે કિગરે ભારત પ્રવેશ કરી લેતા ગ્રાહકોમાં પણ રોમાંચ વર્તાઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત