Team Chabuk-International Desk: સાઉથ કોરિયાના ગુમી શહેરના સિટી કાઉન્સિલ બિલ્ડિંગમાં સિવિલ સર્વન્ટ તરીકેનું કામ કરતા એક રોબોએ સુસાઇડ કર્યું હોવાનો દાવો કરાયો છે. આ રોબોને 2023ના ઑક્ટોબર મહિનામાં તૈનાત કરવામાં આવ્યો હતો. રોબોટનું કામ ડેઇલી ડૉક્યુમેન્ટ્સની ચોક્કસ જગ્યાઓએ ડિલિવરી કરવાનું હતું. આ રોબો સિટી હૉલથી લઈને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે માહિતીની આપ-લે કરવાનું બહુ મહત્ત્વનું કામ કરતો હતો.
થોડા દિવસ પહેલાં આ રોબોટે બીજા માળના દાદરા પરથી પડતું મૂક્યું હોવાનો દાવો છે. દાવો છે કે, રોબો જાતે જ લિફ્ટ બોલાવીને સિટી કાઉન્સિલના તમામ માળ પર આપમેળે છૂટથી હરવા-ફરવાનું કામ જાણતો હતો જેથી તેની સાથે દુર્ઘટના બનવી લગભગ અશક્ય હતી. જો કે, આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હજુ ચાલુ છે. રોબોએ દાદર પરથી પડતું મૂક્યું કે કોઈકે એને ધક્કો માર્યો તેની તપાસ ચાલી રહી છે.
પહેલા માળના છજા પર રોબો પડ્યો ત્યારે એ બંધ થઈ ગયો હતો. એના અંદર-બહારના પાર્ટ્સ કામ કરતા બંધ થઈ ગયા હતા. રોબોએ અચાનક આવું કેમ કર્યું એ વિશે હવે સંશોધન ચાલી રહ્યું છે. હવે રોબોટના મેટલના ભાગને ભેગા કરીને આવું કેમ થયું એ શોધવામાં આવશે. વિશ્વના આ પહેલા કેસ માટે સાઉથ કોરિયામાં શોક પણ પળાયો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત