Team Chabuk-Sports Desk: ટાઈમ મેગેઝિન દ્વારા પ્રતિભાશાળી અને દુરદર્શી ઉદ્યોગપતિ એવા ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્કને 2021ના પર્સન ઓફ ધ યેર ઘોષિત કર્યાં છે. એલન મસ્ક વિશે ટાઈમ મેગેઝિને કહ્યું છે કે – દુનિયાના સૌથી અમીર માણસની પાસે પોતાનું ઘર નથી. હાલમાં જ તેમણે પોતાનું ઘર વેચી દીધું છે. તેમની પહોંચ અંતરીક્ષ સુધી છે.
ટાઇમે એલન મસ્ક અંગે વધુમાં લખ્યું છે કે – તેઓ સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલે છે. સોલર એનર્જીનો ઉપયોગ કરે છે. તેઓ એક એવી કાર ચલાવે છે જેમાં ઈંધણનો ઉપયોગ નથી થતો. તેમને ભાગ્યે જ કોઈ વખત ડ્રાઈવરની જરૂર પડે છે. તેમના ઈશારા પર શેર બજાર ચઢે છે ને ઉતરે છે. લોકો તેમને અનુસરે છે. તેઓ મંગળ પર જવાનું સ્વપ્ન ઈચ્છે છે. લાઈવ ટ્વીટ કરવાનું પસંદ કરે છે.
ધ ટાઇમે પોતાની રિપોર્ટમાં એલનની પ્રશંસા કરતા કહ્યું છે કે – આ એ વ્યક્તિ છે, જે આપણા પૃથ્વી ગ્રહને બચાવવા અંગે વિચારે છે. અહીં રહેવા માટે ઉપયુક્ત વસ્તુઓ અંગે વિચારે છે. પ્રતિભાશાળી, દૂરદર્શી, ઉદ્યોગપતિ, શોમેન. જે ઈલેક્ટ્રિક કારને બનાવે છે અને મંગળ સુધી લઈ જાય છે.
ટાઈમ મેગેઝિનના અહેવાલ અનુસાર – તેમની કંપની સ્પેસએક્સે અંતરિક્ષમાં છલાંગ લગાવી છે. ભવિષ્યમાં અંતરિક્ષમાં સ્પેસએક્સનું શાસન હશે. તેમની કાર કંપની ટેસ્લા એક મોટા બજારમાં ઈલેક્ટ્રિક વાહનનું પ્રોડક્શન કરે છે. તેની કિંમત એક ટ્રિલિયન છે. દસ્તાવેજોમાં 250 બિલિયન ડોલરથી વધારેની કુલ સંપત્તિની સાથે મસ્ક ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ રોબોટ, સોલર એનર્જી, ક્રિપ્ટોકરન્સી અને ક્લાઈમેટના ક્ષેત્રના માહિર ખેલાડી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ભૂમિગત સુરંગોના ભયને દૂર કરવા માટે તેઓ કામ કરે છે.
મસ્ક સ્પેસ એક્સના સંસ્થાપક અને સીઈઓ પણ છે. તેમની પાસે ટેસ્લાના આશરે 17 ટકા શેર છે. જે સોમવારના રોજ લગભગ 1,000 ડોલરમાં વેચાયા. ટાઈમ મેગેઝિને વર્ષ 2002માં સ્પેસએક્સની સ્થાપનાને લઈ દુનિયાની સૌથી કિંમતી કાર કંપની ટેસ્લા સિવાય વૈકલ્પિક ઉર્જા કંપની સોલરસિટીના નિર્માણમાં મસ્કના પ્રયાસોને આગળ ધર્યાં હતાં. ટાઈમે એ પણ નોંધ્યું હતું કે મસ્કના ટ્વીટર પર 66 મિલિયન ફોલોઅર્સ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
