Homeદે ઘુમા કેઆજનો દિવસ: ઈન્દોરમાં રોહિત શર્માએ શ્રીલંકા સામે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

આજનો દિવસ: ઈન્દોરમાં રોહિત શર્માએ શ્રીલંકા સામે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Team Chabuk-Sports Desk: રોહિત શર્મા હાલમાં જ વિરાટ કોહલીની જગ્યાએ ટી ટ્વેન્ટીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી અને રોહિતનું વનડેનું નેતૃત્વ વિવાદોમાં પણ રહ્યું. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં કિવી ટીમનો ઘર આંગણે વ્હાઈટ વોશ કરી રોહિત શર્માએ કેપ્ટન તરીકેના શ્રી ગણેશ કરી દીધા છે. જોકે કેપ્ટન કરતા ટી ટ્વેન્ટીના એક ખેલાડી તરીકે પણ રોહિતની બોલબાલા રહી છે. એમ કહી શકાય કે આજનો દિવસ રોહિત શર્મા માટેનો જ દિવસ છે. ઈતિહાસમાં આજના દિવસે નોંધાયેલો તેનો કિર્તીમાન હજુ પણ અજય બોલી રહ્યો છે.

ટી ટ્વેન્ટીમાં રોહિત શર્માએ સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. આજથી બરાબર ચાર વર્ષ પહેલા તેણે આ કારનામો કરી બતાવ્યો હતો. 22 ડિસેમ્બર 2017ના રોજ તેણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ઈન્દોરમાં રમાયેલા મેચમાં શ્રીલંકા વિરૂદ્ધ રોહિતે ફક્ત 35 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી.

આ પૂર્વે ટી ટ્વેન્ટીમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો કિર્તીમાન ડેવિડ મિલરના નામે હતો. સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ 29 ઓક્ટોબર 2017ના રોજ 35 બોલમાં જ સેન્ચુરી ફટાકારી હતી. જેના બે મહિના પછી જ રોહિતની વિસ્ફોટક બેટીંગ જોવા મળી.

બંને ખેલાડીઓએ આ માટે એક સમાન બોલનો સામનો કર્યો હતો. રોહિત અને મિલરની 2017ની વિસ્ફોટક બેટીંગના બે વર્ષ બાદ, તારીખ 30 ઓગસ્ટ 2019ના રોજ ચેક રિપ્બ્લિકના ખેલાડી સુદેશ વિક્રમસેકરાએ પણ 35 બોલમાં સેન્ચુરી ફટકારી આ ક્રમમાં ખેલાડી તરીકે ત્રીજું નામ નોંધ્યું હતું. ત્રણે બેટ્સમેનો સંયુક્ત રૂપે 35 બોલમાં સેન્ચુરી ફટકારવામાં પ્રથમ સ્થાને છે. હજુ પણ આ કિર્તીમાન તૂટ્યો નથી.

શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણી દરમ્યાન રોહિત શર્મા કેપ્ટન હતો. કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી T20માં લગાવી હોય તેવો એકમાત્ર ખેલાડી રોહિત શર્મા છે. 43 બોલમાં 10 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 274.41ની સ્ટ્રાઈક રેટ સાથે રોહિતે કુલ 118 રન ફટકાર્યાં હતાં.

જો ઓવરઓલ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાની વાત કરવામાં આવે તો રોહિત પાંચમાં સ્થાન પર છે. ટી ટ્વેન્ટીમાં આ કિર્તિમાન વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા 2013માં ગેલે 30 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. 2018માં ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ  તરફથી રમતા 32 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments