Team Chabuk-National Desk: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારતમાં ફેબ્રુઆરીમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે. હાલમાં જ એક તાજા અભ્યાસમાં ચિંતામાં વૃદ્ધિ કરતો આ અહેવાલ સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી 2022માં ભારતમાં ઓમિક્રોન તેની ચરમસીમા પર પહોંચી શકે છે.
અભ્યાસમાં એ પણ તારણ સામે આવ્યું છે કે ભારતે ચિંતિત થવાની જગ્યાએ સાવધાન રહેવાની જરૂર છે. શોધકર્તા વૈજ્ઞાનિકોએ એવો દાવો પણ કર્યો છે કે ફેબ્રુઆરીના એક મહિના પછી ઓમિક્રોનના કેસમાં ઘટાડો આવવા લાગશે. જોકે વર્તમાન સમયે ભારતમાં જોતજોતામાં ઓમિક્રોનના કેસ 220 સુધી પહોંચી ચૂક્યા છે.
આઈઆઈટી કાનપૂરના મનિંદ્ર અગ્રવાલ અને સુત્રા મોડલ ઓફ ટ્રેકિંગ ધ પેનડેમિક ટ્રેજેક્ટરીના સહ-સંસ્થાપક આઈઆઈટી હૈદરાબાદના એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું કે કોરોનાના રોજ નવા કેસ ફેબ્રુઆરીમાં 1.5 લાખથી 1.8 લાખ સુધી પહોંચી શકે છે.
મનિંદ્ર અગ્રવાલે કહ્યું કે નવો વેરિએન્ટ જેટલી ઝડપથી વધશે એટલી જ ઝડપથી ધીમો પડશે. દક્ષિણ આફ્રિકામાં કેસની સંખ્યા ત્રણ અઠવાડિયામાં ચમરસીમા પર ગયા બાદ તેમાં ઘટાડો શરૂ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં કોવિડના કેસની એવરેજ સંખ્યા 15 ડિસેમ્બરના રોજ આશરે 23,000ની ઊચ્ચ સપાટી પર રહી હતી. જે હવે 20,000ની નીચે આવી ગઈ છે.
આઈઆઈટીના પ્રોફેસરોનું માનવું છે કે ઓમિક્રોનના કેસ અંગે ભારતે ચિંતિત નહીં પણ સાવધાન રહેવાની આવશ્યકતા છે. જોકે નવા વેરિએન્ટ વિશે એ ખ્યાલ નથી આવી રહ્યો કે એ કેટલો ઘાતક છે. જો યુકે અને સંયુક્ત રાજ્ય અમેરિકાના કેસ, મૃત્યુઆંક અને હોસ્પિટલમાં ભરતી થયેલા દરદીઓના ડેટામાંથી તારણ કાઢવામાં આવે તો ભારતમાં ફેબ્રુઆરીમાં ઓમિક્રોનની અસર ઓછી થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત