Homeગામનાં ચોરેતાલિબાનીઓએ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના ભાઈને પહેલા ટોર્ચર કર્યાં અને બાદમાં હત્યા કરી...

તાલિબાનીઓએ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના ભાઈને પહેલા ટોર્ચર કર્યાં અને બાદમાં હત્યા કરી નાખી

Team Chabuk-International Desk: અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહ સાલેહની તાલિબાન દ્વારા હત્યા કરી દેવાઈ હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના પંજશીર ઘાટીમાં ઘટી હોવાનું સામે આવ્યું છે. જ્યાં નેશનલ રજિસ્ટ્રેસ ફ્રંટ (NRF) અને તાલિબાનની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભીષણ જંગ ચાલી રહી છે. જોકે તાલીબાનનો દાવો છે કે તેણે પંજશીર પર કબ્જો કરી લીધો છે, પણ NRF આ દાવાનું વારંવાર ખંડન કરી રહી છે.

આ વચ્ચે શુક્રવારના રોજ 10મી સપ્ટેમ્બરે તમામ મીડિયા રિપોર્ટ્સમાં તાલિબાનના યુદ્ધખોરો પંજશીરમાં અમરુલ્લાહ સાલેહના ઘર સુધી પહોંચ્યાં હતાં. અહીં અમરુલ્લાહ તો ન મળ્યા પણ તેના ભાઈ રોહુલ્લાહ ઘર પર હાજર હતા. તાલિબાને પહેલા રોહુલ્લાહને ખૂબ જ ટોર્ચર કર્યા હતા અને બાદમાં તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કે તાલિબાનના વધતા વર્ચસ્વના કારણે ભયભીત થયેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અરુલ્લાહ પાડોશી દેશ તાજિકિસ્તાનમાં પહોંચી ગયા છે. તાજિકિસ્તાન આ રિપોર્ટનું પણ ખંડન કરી રહ્યું છે.

આંતરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટના પ્રમાણે પંજશીર પર વિજય પ્રાપ્ત કરવા માટે તાલિબાન જધન્ય ક્રૂરતા પર ઉતરી આવ્યું છે. ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર તેણે પંજશીરનો વીજપૂરવઠો કાપી નાખ્યો છે. ત્યાં કનેક્ટીવિટીના તમામ સંસાધનો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. જેની સીધી અસર પંજશીરના સામાન્ય અફઘાની નાગરિકો પર પડી રહી છે. તાલિબાનનું કહેવું છે કે,  ઘાટીમાં સ્થિતિ સામાન્ય થવા પર વીજપૂરવઠો વેગવંતો કરી દેવામાં આવશે. જોકે આવું અત્યાર સુધી થયું નથી.

કહેવું પણ કરવું નહીં

‘‘એક મહિલા મંત્રી ન બની શકે. મહિલાનું મંત્રી બનવું એવું છે કે, જેમ તેના ગળામાં કોઈ વસ્તુ રાખી દેવી, જેનો ભાર તે ઉઠાવી નથી શકતી. મહિલાઓનું કેબિનેટમાં હોવું જરૂરી નથી. તેણે બાળકો પેદા કરવા જોઈએ. તેમનું એ જ કામ છે. મહિલા પ્રદર્શનકારી અફઘાનિસ્તાનમાં સૌનું પ્રતિનિધિત્વ નથી કરી રહી.’’

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાનું સૈન્યબળ પાછું બોલાવી લીધું અને ફણીધર તાલિબાની નાગ ભૂતળમાંથી પાછો બેઠો થયો છે. આ નાગના વિષનું જો કોઈ સૌથી વધારે ભોગ બની રહ્યું હોય તો તે અફઘાનિસ્તાનની મહિલાઓ છે. ચિત્રવિચિત્ર નિવેદન આપી અફઘાનિસ્તાનની હાલની સરકાર પોતાની મૂર્ખાઈનો અસીમ પરચો તો આપી જ રહી છે. એવામાં ફરી એક વખત તાલીબાનના પ્રવક્તા સૈયદ અકીરુલ્લાહ હાશ્મીએ વિશ્વને હતભ્રત કરી નાખતું નિવેદન આપ્યું છે.

સત્તા ઉપર કબ્જો જમાવતા પહેલા મહિલાઓનાં અધિકારની ભોળી ગાયની જેમ વાતો કરનારા તાલિબાની અસૂરો, હવે પોતાની વાત પરથી ઉંઘતા પડખું ફરો એટલી આસાનીથી ફરી ગયાં છે. તેમને એટલા જ અધિકાર આપવામાં આવી રહ્યા છે, જેટલા અધિકારમાં મહિલાઓ શ્વાસ લઈ શકે, જીવિત રહી શકે, અન્ય શબ્દોમાં માત્ર બાળકો પેદા કરી શકે.

આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં અભ્યાસને લઈ કેટલાય પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. કોલેજમાં પડદા લગાવી દેવામાં આવ્યા છે, જેમાં એક બાજુ છોકરાઓ તો બીજી બાજુ છોકરીઓ બેસીને અભ્યાસ કરશે. આ સિવાય કોઈ છોકરીને ભણાવવા માટે કાં તો વૃદ્ધ શિક્ષક અથવા તો મહિલા શિક્ષક જ રાખવામાં આવશે.

તાલીબાની સરકારનું ગઠન થયા બાદ માસ્ટર અને પીએચડી ડિગ્રી પર પણ ધડ-માથા વગરનું નિવેદન સામે આવી ચૂક્યું છે. તાલિબાનનું કહેવું હતું કે, માસ્ટર અને પીએચડીની ડિગ્રી લેવાથી કોઈ ફાયદો નથી થતો. અમે લોકો અભ્યાસ કર્યા વિના જ સરકાર ચલાવી રહ્યા છીએ. હાલ સમગ્ર અફઘાનિસ્તાનમાં પોતાના અધિકારો માટે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે, પ્રદર્શન કરી રહી છે. કાબુલમાં રસ્તા વચ્ચે ઉતરેલી મહિલાઓનું પ્રદર્શન હવે ઉત્તર-પૂર્વી પ્રાંત બદખ્શાં સુધી પહોંચી ચૂક્યું છે. અહીં પણ કેટલીય મહિલાઓ રસ્તા વચ્ચે ઉતરી આવી છે.

મીડિયાને સ્વતંત્રતા આપવાની વાત કરનારું તાલિબાન એ વાત પરથી પણ ફરી ગયું છે. રાજધાની કાબુલમાં પત્રકારો મહિલાઓનું પ્રદર્શન કવર કરી રહ્યાં હતાં. આ ઘટનાથી છંછેડાયેલા તાલિબાને, તેમને પોલીસ સ્ટેશને બોલાવી ઢોરની જેમ માર માર્યો હતો. તેમને ચાર કલાક સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા અને ઉપરથી કોરડા વીંઝવામાં આવ્યાં હતાં. આ બંને પત્રકારોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. એક બાજુ મહિલાઓનું પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું, બીજી બાજુ તાલિબાની સરકાર પોતાના દરેક નિવેદન પરથી ફરી જઈ ઘરની ધોરાજી ચલાવી રહી છે. ખરેખર! હાલ, તો અફઘાનિસ્તાનમાંથી નાસી છૂટનારા લોકો જ બડભાગી સાબિત થઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments