Team Chabuk-National Desk: આજથી માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. માર્ચ મહિનો ઘણા ફેરફારો લઈને આવ્યો છે. આ ફેરફારો સીધા તમને અસર કરશે. 1 માર્ચ (બુધવાર)થી ઘણા જરુરી નિયમો બદલાઈ જશે. આ બદલાવની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થશે. માર્ચથી બેંક હોલીડે, એલપીજી સિલિન્ડરની કિંમત, બેંક લોનના વ્યાજ દર સહિત ઘણી વસ્તુઓમાં બદલાવ થવા જઈ રહ્યો છે. તો આવો જાણીએ કે 1 માર્ચ, 2023 થી કયાં નિયમો બદલાઈ રહ્યા છે જે સામાન્ય લોકોના ઘરના ખર્ચ પર અસર કરશે.
માર્ચમાં બેંક કેટલા દિવસ બંધ રહેશે
માર્ચ મહિનામાં રજાઓ ઘણી આવે છે. આ મહિનામાં હોળી અને ચૈત્ર નવરાત્રિ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. એવામાં માર્ચ મહિનામાં કુલ 12 દિવસ બેંકોમાં રજા રહેશે. આ 12 દિવસમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજા સામેલ છે. આ રજાઓ રાજ્યના હિસાબે નક્કી કરવામાં આવશે. એવામાં જો તમારે બેંક સંબંધિત કોઈપણ મહત્વું કામ પૂર્ણ કરવાનું છે તો આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસવી ખૂબ જ જરુરી છે. કારણ કે પછી તમારા મહત્વના કામ અટકી શકે છે.

બેંક લોન થઈ શકે છે મોંઘી
રિઝર્વ બેંક સતત દેશમાં મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે તેના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણી બેંકોએ તેમના MCLRમાં વધારો કર્યો છે. આગળ પણ બેંકો તેમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી શકે છે. જેના કારણે ગ્રાહકોને હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરેના વ્યાજ દરમાં વધારો થઈ શકે છે.

CNG અને રસોઈ ગેસના ભાવમાં થઈ શકે છે વધારો
દર મહિનાની શરુઆતમાં રસોઈ ગેસ અને સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં એલપીજીના ભાવમાં કોઈ વધારો થયો નથી. એવામાં આશા છે કે આ વખતે તેની કિંમતમાં વધારો થઈ શકે છે.

ટ્રેનના ટાઈમ ટેબલમાં થઈ રહ્યો છે બદલાવ
ગરમીની શરૂઆતના કારણે ભારતીય રેલવેએ પોતાની ટ્રેનોના ટાઈમ ટેબલમાં બદલાવ કર્યો છે. 1 માર્ચથી રેલવેએ તેની 5,000 માલગાડી અને હજારો પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. એવામાં જો તમારે પણ આ મહિને મુસાફરી કરવાની હોય તો તમારી ટ્રેનનો સમય જરુર ચેક કરો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
