Homeગામનાં ચોરેફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે રશિયા યુક્રેન પર હુમલો કરશે, યુદ્ધની 70 ટકા...

ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે રશિયા યુક્રેન પર હુમલો કરશે, યુદ્ધની 70 ટકા કામગીરી પૂર્ણ

Team Chabuk-International Desk: રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની સિત્તેર ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે. અમેરિકાના અધિકારીઓએ કહ્યું છે કે યુક્રેન પર હુમલો કરવામાં રશિયા હવે થોડું જ દૂર છે. ફેબ્રુઆરીના મધ્યમાં યુક્રેનની સીમા સુધી અતિરિક્ત આપૂર્તિ, ભારે ઉપકરણ અને હથિયાર પહોંચાડવાની સ્થિતિ અનુકૂળ હોવા પર રશિયા યુક્રેન પર હુમલો કરશે. જોકે બીજી તરફ રશિયા સતત એક જ વાતનું રટણ કરી રહ્યું છે કે તે ત્યાં અભ્યાસ કરી રહ્યું છે. યુદ્ધની તૈયારી નથી કરી રહ્યું.

અમેરિકા અને નાટો સહયોગીઓનું માનવું છે કે તેની પાછળ રશિયાનો બદ ઈરાદો યુદ્ધનો જ છે કે યુક્રેનને તેની રક્ષા માટે તૈયાર થવાની એક તક પણ આપવામાં ન આવે. યુક્રેનની રાજધાનીથી 75 કિલોમીટર દૂર રશિયન બોમ્બરોએ વરસાવેલા બોમ્બની સાથે અધિકારીઓએ કહ્યું હતું કે એ નથી જાણતા કે કૂટનીતિક પ્રયાસોની સંભાવના શેષ રહ્યા બાદ પણ રશિયાના રાષ્ટ્રપતિ આ રીતે આત્મઘાતી નિર્ણય શા માટે લઈ રહ્યા છે.

નામ ગોપનિય રાખવાની શર્ત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ રશિયા હવામાન વિભાગની પરિસ્થિતિના કારણે હુમલો નથી કરી રહ્યું. 15 ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં હુમલો કરવા માટે સૌથી અનુકૂળ વાતાવરણ હશે. એ સમયે જ રશિયા આગળ વધશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે રશિયા પર યુક્રેનના હુમલામાં 50 હજાર સામાન્ય લોકોનાં મોતની આશંકા છે. આ સિવાય હુમલાના કેટલાક દિવસોની અંદર અંદર યુક્રેનની રાજધાની રશિયાના કબ્જામાં હશે અને યુરોપમાં એક મોટું શરણાર્થી સંકટ સામે આવશે.

રશિયાના TU22M3 બોમ્બ વર્ષક વિમાનોએ યુક્રેનની રાજધાની કીવથી માત્ર 75 કિલોમીટરની દૂરી પર બેલારુસમાં યુદ્ધઅભ્યાસ દરમિયાન ચાર કલાક સુધી બોમ્બ ફોડ્યા હતા. રશિયન મંત્રાલયે તેના સંબંધમાં નિવેદન જાહેર કરી બતાવ્યું હતું કે શનિવારના રોજ બેલારુસની વાયુસેનાએ યુદ્ધ અભ્યાસ કર્યો. હાલ રશિયાએ સાઈબેરિયા અને બેલારુસની સીમામાં સૈનિક ખડેપગે હાજર રાખ્યા છે. આ યુદ્ધ અભ્યાસને રશિયાની તરફ રાજધાની પર હુમલાની દૃષ્ટીએ જોવામાં આવી રહ્યો છે.

યુક્રેન પર રશિયાના હુમલાની જવાબી કાર્યવાહી અને હુમલાને રોકવા માટે નાટો અને અમેરિકી સૈન્યની પોલેન્ડમાં હાજરી વધી રહી છે. નાટો સૈનિકોની એક ટૂકડી શનિવારના રોજ રેજજો પહોંચી હતી. હજુ અતિરિક્ત માત્રામાં સૈનિકોની ટૂકડી ત્યાં પહોંચી રહી છે. રશિયાએ યુક્રેનની સરકાર પર મિન્સક સમજૂતીને લાગુ કરવામાં વિફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. શાંતિ ભંગ કરવા માટે આ સમજૂતી હેઠળ સ્વાથોં ક્ષેત્રને રશિયન સમર્થિત વિદ્રોહિઓને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2014માં અહીં યુક્રેની બળ અને વિદ્રોહીઓની ઝડપમાં 14,000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય રશિયા ઈચ્છે છે કે યુક્રેન નાટોમાં સામેલ ન થાય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments