Team Chabuk-National Desk: શું ભારતમાં કામ કરી રહેલી બહુરાષ્ટ્રીય કંપની દેશની વિરૂદ્ધ પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદનું સમર્થન કરી શકે છે? ભારતની અખંડતાની વિરૂદ્ધ પાકિસ્તાની પ્રોપેગેન્ડાને મહત્વ આપી શકે છે? સૌથી મહત્વની વાત છે કે તો પણ એ ભારતમાં વેપાર કરી શકે છે? આ સવાલ સોશિયલ મીડિયા પર લોકોએ કાર કંપની હ્યુન્ડાઈ અને તેની 33 ટકા ભાગીદારી ધરાવતી કિયા મોટર્સને કર્યા છે. કંપનીઓની પાકિસ્તાન યુનિટોએ રવિવારના રોજ ‘કાશ્મીર કો કી દુઆ’ની સાથે આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓનું સમર્થન કર્યું.
હ્યુન્ડાઈ (Hyundai) ઈન્ડિયામાંથી હજ્જારો યુઝર્સે તેનો જવાબ આપ્યો તો કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરવાના શરૂ કરી દીધા હતા. લોકોનો ગુસ્સો એ હદે ફૂટ્યો કે તેમણે હ્યુન્ડાઈ કારના બહિષ્કારની ઘોષણા કરી દીધી. ટ્વીટર પર એક લાખથી વધારે ટ્વીટની સાથે હેશટેગ #BoycottHyundai નંબર એક પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
વિરોધ એ સમયે શરૂ થયો જ્યારે ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર માટે રવિવારના રોજ પાકિસ્તાને કશ્મીર ડે મનાવ્યો અને હ્યુન્ડાઈ (Hyundai) અને કીયાની પાકિસ્તાની યુનિટે ફેસબુક અને ટ્વીટર પર તેનું ખુલ્લુ સમર્થન કર્યું. તેમની પોસ્ટમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદનું સમર્થન કરી કાશ્મીરને ભારતમાંથી તોડવાની પ્રાર્થના કરવામાં આવી અને ડલ લેકમાં હોડીની તસવીર અને કાશ્મીરનું નામ તારથી બાંધેલું દેખાડવામાં આવ્યું. હ્યુન્ડાઈના ચોખવટવાળા પત્ર પર લોકોનો ગુસ્સો વધ્યો હતો. તેમનું કહેવું હતું કે કંપનીએ માફી માગવી જોઈએ. ગોળગોળ વાતો ન કરવી જોઈએ.
કોઈ બહુરાષ્ટ્રીય કંપની દ્વારા દેશના આંતરિક અને કૂટનીતિક મુદ્દામાં દખલ પર ભારતીઓએ કડક આપત્તિ વ્યક્ત કરી હતી. કેટલાક યુઝર્સે આ કંપનીઓની કાર બુકિંગ કેન્સલ કર્યાનો દાવો કર્યો હતો. ભાજપની નેતા સાધ્વી પ્રાચીએ હ્યુન્ડઈની હરકતને શર્મનાક બતાવી હતી. કેટલાક યુઝર્સે હ્યુન્ડઈ ઈન્ડિયાને સવાલ કર્યાં તો તેમને બ્લોક કરી નાખ્યા. ગઈકાલ સાંજથી હ્યુન્ડાઈ બ્લોક કરવાના જ કામે લાગેલી છે.
હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે નિવેદન આપ્યું હતું કે તે રાષ્ટ્રીયતાનું સન્માન કરવાના વિચારની સાથે ઊભી છે. પોતાની પાકિસ્તાનની યુનિટનું નામ લીધા વગર લખ્યું હતું કે, હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાને અજાણી સોશિયલ મીડિયા પોસ્ટની સાથે ન જોડો. અમે આવા દૃષ્ટીકોણની આલોચના કરીએ છીએ. જોકે કીયા કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
વાત હ્યુન્ડાઈની કરીએ તો કંપની ભારતમાં 25 વર્ષથી કાર વેચી રહી છે. ભારતે જાન્યુઆરી 2022માં જ ફક્ત 44 હજાર કાર ખરીદી છે. વેચાણના હિસાબે તે મારુતી બાદ બીજી સૌથી મોટી વેચાણ કરતી કંપની છે. કિયા કંપની પાંચમા નંબર પર છે. તેની કુલ 19,319 કાર ખરીદવામાં આવી છે. હ્યુન્ડાઈ 2017થી પાકિસ્તાનમાં નિશત મોટર્સ નામની સ્થાનિક કંપનીની સાથે કાર વેચી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
