Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના 47માં મેચમાં રાજસ્થાન રોયલ્સે ચૈન્નઈ સુપરકિંગ્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. પહેલા બેટીંગ કરતા ચૈન્નઈની ટીમે વીસ ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 189 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો હતો. ટીમના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 101 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. જવાબમાં રાજસ્થાનની ટીમે વિસ્ફોટક પ્રદર્શન કરતા 17.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર જ 190 રન કરી લક્ષ્યાંક પાર કરી લીધો હતો. મેચમાં યશસ્વી જયસવાલ અને શિવમ દુબેએ આક્રમક પ્રદર્શન કર્યું હતું.

આ જીતની સાથે રાજસ્થાનની ટીમ પ્લેઓફની સ્પર્ધામાં કાયમ છે. ટીમના 12 મેચમાંથી પાંચમાં જીત સાથે 10 પોંઈન્ટ છે. હવે આરઆરને પોતાના આગામી બંને મેચ જીતવા પડશે. સીએસકેની સતત ચાર મેચમાં જીત થયા બાદ આ પ્રથમ હાર છે. જોકે ટીમને કોઈ ફર્ક નથી પડતો, કારણ કે તે પહેલા જ ક્વોલિફાઈ કરી ચૂકી છે. 12 મેચમાં 18 પોંઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ચૈન્નઈની શરુઆત સારી રહી હતી. ઋતુરાજ અને ફાફ ડુ પ્લેસિસની વચ્ચે પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી નોંધાઈ હતી. ડુપ્લેસિસ 25 રન બનાવીને રાહુલ તેવતિયાની બોલ પર સંજુ સેમસનના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. સુરેશ રૈનાએ ત્રણ રન બનાવ્યા હતા અને આઉટ થયો હતો. મોઈન અલી 21, રાયડુ બે રન બનાવી પવેલિયન પરત ફર્યા હતા.

આખરે રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડે તોફાની ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 189 રન પર પહોંચાડ્યો હતો. અંતિમ પાંચ ઓવરમાં સીએસકેએ 73 રન જોડ્યા હતા. ચૈન્નઈએ વીસમી ઓવરમાં 22 રન બનાવ્યા હતા. ઓવરની અંતિમ બોલ પર ઋતુરાજે સિક્સ ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી પૂર્ણ કરી હતી. સાથે જ આ સિઝનના 500 રન પણ પૂર્ણ કર્યા હતા. ઓરેન્જ કેપ પણ ઋતુરાજની પાસે જ છે. રાજસ્થાન તરફથી તેવતિયાએ ત્રણ અને સાકરિયાએ બે વિકેટ લીધી હતી.

190 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાને ધમાકેદાર શરુઆત કરી હતી. ટીમે પહેલી પાંચ ઓવરમાં 70 રનથી વધારેનો સ્કોર બનાવી લીધો હતો. 77 રન પર રાજસ્થાનને પ્રથમ ઝટકો લુઈસના રૂપે મળ્યો હતો. જેને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ વચ્ચે જાયસવાલે 19 બોલ પર આઈપીએલ કરિયરનું પ્રથમ અર્ધશતક ફટકાર્યું હતું. જોકે આ પછી જાયસવાલ પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો હતો. એ કેએમ આસિફની બોલ પર વિકેટકીપર ધોનીને કેચ પકડાવી દીધો હતો.

જાયસવાલે 21 બોલ પર છ ચોગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 50 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. 24 બોલ પર 28 રન બનાવી આઉટ થનારો કેપ્ટન સંજુ સેમસન કંઈ ખાસ નહોતો કરી શક્યો. સામે શિવમ દુબેએ તોફાની ઈનિંગ રમી હતી. 42 બોલમાં 64 રન બનાવી નોટ આઉટ પવેલિયન ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સ પણ 14 રન બનાવી આઉટ થયો હતો. દુબેએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. સામે ફિલિપ્સે એક ચોગ્ગો અને એક સિક્સ ફટકારી હતી. ચૈન્નઈ તરફથી સર્વાધિક શાર્દુલે બે અને આસિફે એક વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત