Team Chabuk-Cinema Desk: વિવાદિત નિવેદનો અને ઢંગધડા વગરના ફિલ્મ રિવ્યૂના કારણે ચર્ચામાં રહેતા કમાલ રાશિદ ખાન, આ વખતે કંગના રનૌતને લઈ ચર્ચામાં છે. કમાલ ખાને ટ્વીટર મારફતે કંગના રનૌતની વિરૂદ્ધ મોટો ખુલાસો કર્યો છે. ટ્વીટર પર કમાલ ખાને દાવો કર્યો છે કે, કંગનાના કહેવા પર જ તેણે કરન જોહર પર ટીપ્પણીઓ કરી હતી.

કમાલ રાશિદ ખાને ટ્વીટર પર લખ્યું છે કે, આજ સુધી કંગના રનૌત સિવાય કોઈ પણ ફિલ્મી હસ્તીએ કોઈ અન્ય ફિલ્મી હસ્તી વિરૂદ્ધ ખરાબ કહેવાનું નથી કહ્યું. કંગના રનૌતે મને કરન જૌહરની વિરૂદ્ધ કેટલીય ખરાબ વાતો કહેવાનું કહ્યું. મારી પાસે તેનું પ્રમાણ પણ છે.

કમાલ રાશિદ ખાનનું કહેવું છે કે તેની પાસે કંગનાની વિરૂદ્ધમાં તમામ પુરાવાઓ છે. પ્રમાણના રૂપે તેની પાસે કંગનાના એસએમએસ પણ હોવાનું કમાલ આર ખાને કહ્યું હતું. જોકે તેણે કહ્યું કે, આ મેસેજ હું સાર્વજનિક નહીં કરું. મેં આજ સુધી કોઈની ચેટનો ખુલાસો નથી કર્યો અને ભવિષ્યમાં પણ નહીં કરું.

કેઆરકેએ કંગના રનૌતને પોતાની બહેન કહેતા તેને પાખંડી ઘોષિત કરી દીધી છે. તેણે ત્યાં સુધી કહ્યું કે, કંગના પોતાની નવી ફિલ્મ થલાઈવી માટે દેશભક્તિ કાર્ડ રમી રહી છે. કંગના તેને સાર્વજનિક રૂપે કરનની વિરૂદ્ધ બોલવાનું કહી રહી છે. કંગના થલાઈવી ફિલ્મના ખરાબ રિવ્યૂ બાદ જનતાને જ્ઞાન આપી રહી છે.

કેઆરકેએ કંગના વિશે કહ્યું કે, એ કહી રહી છે કે આપણે સૌ દેશભક્ત બનીએ અને આત્મનિર્ભર બનવા માટે અંગ્રેજી ફિલ્મોની જગ્યાએ ભારતની ફિલ્મો જોઈએ. દીદી અમે તમને કરોડપતિ બનાવવા માટે તમારી બકવાસ ફિલ્મ જોવા તૈયાર નથી. જનતા મૂર્ખ નથી.

જણાવી દઈએ કે આ પહેલા કેઆરકેએ કંગના રનૌત પર નિશાનો સાધતા કહ્યું હતું કે, તેની કોઈ પણ ફિલ્મ હીટ નહીં જાય. 100 ટકાની ગેરન્ટી સાથે કહું છું કે આગળ રિલીઝ થનારી કંગનાની કોઈ પણ ફિલ્મ બોક્સઓફિસ પર નહીં ચાલે. કેઆરકેએ કંગના અંગે એમ પણ કહ્યું હતું કે, તે ફિલ્મમેકર નથી, નફરત ફેલાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત