Team Chabuk-National Desk: બિહારના સીતામઢી જિલ્લામાં તાજેતરમાં જ પાર્લે જી બિસ્કીટ ખરીદવા માટે લોકોની લાંબી લાઈન લાગી ગઈ. આખુ ગામ દુકાનોની બહાર લાઈનોમાં લાગી ગયું અને પાર્લે જી ખરીદવા મંડ્યું. તાજેતરમાં જ બિહારના સીતામાઢીમાં જિતિયા પર્વ ઉજવવામાં આવ્યું હતું. આ દિવસે જ આ પર્વ સાથે જોડીને કોઈએ એવી વાત કહી દીધી હતી કે તેને લોકોએ સાચી માની લીધી હતી.

દાવો છે કે, બિહારમાં થોડા દિવસ પહેલાં જ જિતિયા પર્વની ઉજવણી થઈ હતી. આ દિવસે ગામમાં કોઈએ અફવા ફેલાવી દીધી હતી કે, ઘરમાં જેટલા પણ બાળકો છે તેને ફરજિયાત પાર્લે જી ખવડાવવાનું છે. જો કોઈ વ્યક્તિ આવું નહીં કરે તો તેના બાળકો સાથે અઘટિત ઘટના બની શકે છે.
શું છે જિતિયા પર્વ ?
બિહારમાં આ પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક માતા પોતાના બાળકોની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે વ્રત રાખે છે. આ દિવસનો જ લાભ લઈને કોઈ ટીખળખોરે લોકોને ડરાવવા માટે અફવા ફેલાવી દીધી હતી. બાળકોને કંઈ થઈ જશે તેવા ડરથી લોકો પણ આ અફવામાં આવી ગયા અને બિસ્કિટ ખરીદવા માટે હોડ લાગી હતી. અંધવિશ્વાસમાં આવેલા લોકો દુકાન પર ઉમટી પડતાં ગામમાં પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ પુરો થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અફવા કોણે ફેલાવી તે જાણી શકાયું ન હતું. જો કે, એ નક્કી હતું કે અફવાના કારણે જ લોકો પાર્લે જી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. આ દિવસે મોડી રાત સુધી લોકોએ દુકાનો પર ભીડ લગાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત