Team Chabuk-Sports Desk: ગઈકાલે ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ કેપ્ટનશીપ છોડી શકે છેની ખબરોએ જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે કોહલી મર્યાદિત ઓવરની કેપ્ટનશીપનું ભારણ વર્તમાન વાઈસ કેપ્ટન રોહિત શર્માના ખભા પર સોંપશે. જ્યારે ટેસ્ટમાં કેપ્ટન તરીકે કાર્યરત રહેશે. છેલ્લા કેટલાય સમયથી કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવતા ભજવતા તેની બેટીંગ પર અસર પડી રહ્યો છે. નવેમ્બર 2019થી અત્યાર સુધીમાં 50 કરતા વધારે ઈનિંગ રમવા છતાં વિરાટનું બેટ સેન્ચુરી મામલે શાંત છે.
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે વર્ષ 2000 અને મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2017માં મર્યાદિત ઓવરની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જેના પરિણામ સ્વરૂપ બંને ખેલાડીઓએ ભવિષ્યમાં રનના નવા કિર્તીમાન સ્થાપિત કરી દીધાં હતાં. તેંડુલકરે 2000ની સાલ બાદ બેટીંગમાં અભુતભૂર્વ દેખાવ કરી વિશ્વ ક્રિકેટને ચકિત્ત કરી દીધું હતું. કોહલી પાસેથી પણ તેના ફેન્સ આ જ અપેક્ષા રાખી રહ્યા છે.
સચિન તેંડુલકરે જાન્યુઆરી 2000માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ રમાયેલી ત્રિકોણીય શ્રેણી બાદ નેતૃત્વ છોડી દીધું હતું. સચિને એ પછી ટેસ્ટમાં 125 મેચની 210 ઈનિંગમાં 52.51ની એવરેજ સાથે 9926 રન બનાવ્યા હતા. જેમાં 29 સેન્ચુરી અને 44 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. તેનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર પણ 248 અણનમ રહ્યો હતો. 21 વખત એવું પણ બન્યું કે સચિનને કોઈ આઉટ ન કરી શક્યું.
વનડેમાં તેણે 226 મેચની 222 ઈનિંગમાં 47.57ની એવરેજ સાથે 9657 રન બનાવ્યા હતા. આ દરમ્યાન સચિને 25 સેન્ચુરી અને 51 હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. વનડેમાં તે એવો પ્રથમ ખેલાડી બન્યો હતો જેણે ડબલ સેન્ચુરી ફટકારી હોય. આ કિર્તીમાન તેણે સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ કર્યો હતો. સચિને 2012માં વનડે અને 2013માં ટી ટ્વેન્ટી અને ટેસ્ટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી હતી.
ધોનીએ 2014માં ટેસ્ટની કપ્તાનીમાંથી રાજીનામું આપ્યું હતું. તેના માથે બાદમાં મર્યાદિત ઓવરની જ જવાબદારી રહી હતી. 2017 આવતાં આવતાં ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન તરીકે રાજીનામું આપી દીધું હતું. ધોનીએ વિધાઉટ કેપ્ટન 67 વનડે અને 25 ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ મેચ રમ્યા. વનડેમાં ધોનીએ 48.91ની એવરેજથી 1663 રન બનાવ્યા હતા. જેમાં એક સેન્ચુરી અને 12 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. 67 મેચની 51 ઈનિંગમાંથી 17 એવી ઈનિંગ પણ હતી, જેમાં ધોની નોટ આઉટ રહ્યો હતો.
ટી ટ્વેન્ટીમાં ધોનીએ 25 મેચની 22 ઈનિંગમાં 42.08ની એવરેજથી 505 રન બનાવ્યા હતા. જેમાં બે હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. 2019ના વિશ્વકપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મળેલા પરાજય બાદ ધોનીએ કોઈ આંતરાષ્ટ્રીય મેચ રમ્યા નથી અને 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેણે નિવૃત્તિ પણ લઈ લીધી હતી.
વિરાટ કોહલી કેપ્ટનશીપથી પાછળ હટીને પોતાની બેટીંગને પુન:જીવિત કરવા ઈચ્છે છે. ડિસેમ્બર 2019થી ત્રણે ફોર્મેટમાં મળીને 45 મેચની 53 ઈનિંગમાં 40.87ની એવરેજ સાથે 1921 રન બનાવ્યા હતા. જેમાં 19 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. જોકે એક પણ સેન્ચુરી નથી.
32 વર્ષીય વિરાટની પાસે હજુ પણ ટીમમાં રમવા માટે 5-6 વર્ષ છે. વિરાટની ઈચ્છા છે જ કે ટીમને વધારે સમય માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે. આથી મર્યાદિત ઓવરની મેચની કેપ્ટનશીપ છોડવી મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે. 2022 અને 2023માં ક્રમશ: ભારતને બે વિશ્વકપ રમવાના છે. આ બંને ટૂર્નામેન્ટમાં વિરાટની બેટીંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત