Homeગામનાં ચોરેપરંપરા: ભારતના આ ગામમાં પાંચ દિવસ સુધી મહિલાઓ કપડાં જ નહતી પહેરતી,...

પરંપરા: ભારતના આ ગામમાં પાંચ દિવસ સુધી મહિલાઓ કપડાં જ નહતી પહેરતી, હવે આવી રીતે થાય છે આ પરંપરાનું પાલન

Team Chabuk-National Desk:  દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છે. જો કે, આજે પણ કેટલીય એવી પરંપરાઓ છે જેના વિશે જાણીને આપને આશ્ચર્ય થશે. આપને વિશ્વાસ નહીં થાય કે ભારતમાં હજુ આવી પરંપરાઓ છે. દેશના કેટલાક પ્રદેશોમાં હજુ પણ જૂના રીત-રિવાજો જેનું પાલન કરવામાં આવે છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશના મણિકર્ણી ખીણના પીણી ગામમાં હાલ પણ એક આશ્ચર્યજનક પરંપરાનું લોકો દ્રઢતાથી પાલન કરે છે.

અહીં શ્રાવણ મહિનાના પાંચ દિવસ સુધી મહિલાઓ પહેલાં કપડાં જ નહતી પહેરતી. જો કે, હવે સમયાનુસાર થોડો ફેરફાર થયો છે. આજે પણ અહીની સ્ત્રીઓ આ પરંપરાનું પાલન કરે છે. જો કે, હવે મહિલાઓ આ દિવસોમાં શરીર પર એક પાતળું કપડું પહેરે છે.

પીણી ગામમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં આ આશ્ચર્ય પમાડતી પરંપરાનું લોકો પાલન કરે છે. પહેલાં અહીં આ દિવસોમાં ગામની એક પણ મહિલા વસ્ત્ર ધારણ નથી કરતી. આ પરંપરાને મહિલાઓ વર્ષોથી અનુસરતી હતી. અહીં એવી માન્યતા છે કે, પરિણિત મહિલાઓને પાંચ દિવસ સુધી વસ્ત્ર ધારણ ન કરવું જોઈએ. જો કોઈ મહિલા આ દિવસોમાં વસ્ત્ર પહેરી લે તો તેને અશુભ સમાચાર મળી શકે છે. તેના ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ પરંપરાને ગામના દરેક લોકો નિભાવે છે.

આ ઉપરાંત આ પાંચ દિવસમાં પતિ-પત્ની અરસ-પરસ વાતચીત પણ નથી કરતા. તેઓ એક બીજાથી દૂર રહે છે. મહિલાઓ જ્યારે આ પરંપરાનું પાલન કરે છે ત્યારે પુરૂષોને દારૂ પીવાની મનાઈ હોય છે. આ ઉપરાંત લોકો માંસ ખાવાનું પણ ટાળે છે. પાંચ દિવસ સધી આ પરંપરા ચાલે છે. સ્થાનિક લોકો માને છે કે, જો આવું નહીં કરવામાં આવે તો દેવ નારાજ થઈ જશે.

એવું કહેવામાં આવે છે કે, લાહુઆ ઘોંડ દેવતા જ્યારે પીણી ગામમાં આવ્યા હતા ત્યારે અહીં રાક્ષસોએ આતંક ફેલાવી રાખ્યો હતો. જો કે, દેવતાએ આ ગામમાં આવીને રાક્ષસોનો વિનાશ કર્યો. ત્યારબાદથી જ આવી પરંપરા ચાલી આવી રહી છે જેને હજુ પણ અહીના લોકો નિભાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, વર્ષો પહેલાં રાક્ષસો સુંદર કપડાં પહેરનારી સ્ત્રીઓને ઉઠાવીને જતા રહેતા હતા. અહીના લોકો માને છે કે લાહુઆ દેવ આજે પણ આ ગામમાં આવે છે અને લોકોની મુશ્કેલીઓને દૂર કરે છે. અસુરી શક્તિઓ સામે લડે છે.

જો કે, સમય સાથે કેટલીક વસ્તુઓમાં બદલાવ પણ આવ્યો છે. હવે અહીં આ પરંપરાનું પાલન કરવા માટે મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં બદલતી નથી. મહિલાઓ આ દિવસોમાં પાતળું કપડું શરીર પર પહેરે છે. પહેલાં અહીં મહિલાઓ શરીર પર એક પણ કપડું પહેરતી ન હતી. તે શરીર પર માત્ર ઉનની બનાવેલી ચાદર ઓઢતી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments