Team Chabuk-Sports Desk: ગુજરાતી જમણની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. ગાંઠિયા, જલેબી, ફાફડા, ઢોકળા, ખાંડવી, થેપલા વગેરે વાનગી કોઈપણ ખાય તેના દિવાના બની જાય. એમાંય જો ગુજરાતી થાળી જમવા મળે તો તો જમાવટ પડી જાય. આવી જ ગુજરાતી જમણની લિજ્જત માણી છે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટની દુનિયાથી અલવિદા લીધા બાદ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ત્યારે સચિન તેંડુલકરે પરિવાર સાથે ગઈકાલે બુધવારે ગુજરાત રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણ્યો હતો અને ગુજરાતી જમણના ભરપેટ વખાણ કર્યા હતા.
ગઈકાલે બુધવારે સચિન તેંડુલકરે પરિવાર સાથે પત્ની અંજલિ તેંડુલકરનો જન્મદિવસ ઉજવ્યો. પત્ની અંજલિ તેંડુલકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર પરિવાર મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં ડિનરની મજા માણી હતી. ગુજરાતી રેસ્ટોરન્ટમાં સચિન તેંડુલકર, પત્ની અંજલિ અને પુત્રી સારા પણ જોવા મળ્યા. ભોજનની લિજ્જત માણતા સમગ્ર પરિવારની તસવીરો સચિન તેંડુલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરી હતી.
ફેમિલી ડિનરની તસવીર શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું કે, ‘અંજલિના જન્મદિવસે શ્રી ઠાકર ભોજનાલયમાં સરસ ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. અંજલિનું ગુજરાતી કનેક્શન ખુબ સ્ટ્રોંગ છે. પરંતુ અમારા જીન્સના બટન આ ભોજન બાદ ઢીલા થઈ ગયા. જાણીને નવાઈ લાગી કે આ ભોજનાલય 1945થી ચાલુ છે.’
સચિન તેંડુલકરે પરિવાર સાથે જે મુંબઈની હોટલમાં ગુજરાતી ભોજન માણ્યું તે શ્રી ઠાકર ભોજનાલય 1945થી ચાલી રહી છે. આ હોટલ મુંબઈના કાળબાદેવી રોડ પર આવેલી છે. અનેક લોકો આ હોટેલમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણવા જાય છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત