Homeદે ઘુમા કેભારતના પરાજય પાછળ બ્રોડકાસ્ટરનું અભિમાન પણ જવાબદાર છે: સાઈમન ડલ

ભારતના પરાજય પાછળ બ્રોડકાસ્ટરનું અભિમાન પણ જવાબદાર છે: સાઈમન ડલ

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં બે મોટી હાર અને ત્રણ જીતની સાથે બહાર ફેંકાઈ ચૂકી છે. પરાજયના અગણિત કારણો સામે આવી રહ્યા છે. એક નવા કારણે આશ્ચર્ય ઉભું કર્યું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ પેસર અને વર્તમાન સમયે કોમેન્ટ્રી કરતા સાઈમન ડલે કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના પરાજયમાં આઈસીસીના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સનો પણ મોટો રોલ છે.

ડલે ભારત અંતિમ 12માંથી આઉટ થયું તેની પાછળ બ્રોડકાસ્ટરની અકડને (અભિમાન) જવાબદાર ઠેરવી છે. આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં કોમેન્ટ્રી કરી રહેલા ડલે ક્રિકબઝને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાની ખરાબ સ્થિતિ એટલા માટે થઈ, કારણ કે તેમના મેચ પીક ટાઈમ પર કરાવવાની લાલસા હતી. ડલે કહ્યું કે, આ શેડ્યુલિંગમાં એક અભિમાન તો હતું. આ ટૂર્નામેન્ટની શેડ્યુલિંગ બ્રોડકાસ્ટરના હિસાબે થઈ હતી અને તેઓ એ જ ઈચ્છતા હતા. જેમાં આઈસીસી અને બ્રોડકાસ્ટર સામેલ હતા. રજાઓની સિઝન હતી અને દિવાળી આસપાસ હતી, તો તેઓ એ મેચને પીક ટાઈમ પર ઈચ્છતા હતા. અને તેમાં અકડ હતી.

શેડ્યુલિંગ અંગે વધારે વાત કરતા ડલે ક્રિકબઝને જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ હતો કે ભારતનો પ્રથમ મેચ પાકિસ્તાનની સામે જ થવાનો છે. અને હું વિચારું છું કે તેનાથી ભયાનક માહોલ બને છે. પણ ન્યૂઝીલેન્ડ સામેનો મેચ હંમેશાં તમારો લાસ્ટ ગ્રુપનો મેચ હોવો જોઈએ. આજ રાતે ન્યૂઝીલેન્ડ સામે મેચ થવી જોઈએ. સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવી જોઈતી હતી, અને એ પ્રકારની શેડ્યુલિંગ જ સાર્થક સિદ્ધ થાત.

ડલે શેડ્યુલિંગ માટે ટીમ ઈન્ડિયાને દોષિત ન ઠેરવવી જોઈએ કહેતા જણાવ્યું કે, મને લાગે છે કે આ કંઈક વધારે જ થઈ રહ્યું છે. પણ હું કંઈ રોકીને રાખવાવાળાઓમાંથી નથી. પણ શેડ્યુલિંગમાં અકડ હતી. ભારતની ટીમની આમાં કોઈ ભૂલ નથી. આ બ્રોડકાસ્ટરની વસ્તુ છે. તથ્ય એ છે કે તેઓ પહેલા બે મેચમાં સારું પ્રદર્શન ન કરી શક્યા. એક ટીમની રીતે તેમની ભૂલ છે, પણ શેડ્યુલિંગ તેમની ભૂલ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments