Homeગામનાં ચોરેહું નાગો માણસ છું મેં જો ભાજપની ફાઈલ કાઢી તો તેમને દેશ...

હું નાગો માણસ છું મેં જો ભાજપની ફાઈલ કાઢી તો તેમને દેશ છોડીને ભાગવું પડશે

50 લાખ રૂપિયાની લેવડ-દેવડ મુદ્દે આજે સંજય રાઉતની પત્નીની પૂછપરછ થશે. ઈડીએ રવિવારે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને નોટિસ મોકલી હતી. આ નોટિસ પીએમસી બેંક કૌભાંડ મામલે અપાઈ હતી. આજે સંજય રાઉતની પત્નીને પૂછપરછ માટે પણ બોલાવાયા છે.

શું છે સમગ્ર મામલો?

વર્ષા રાઉતે અંદાજે 50 લાખ રૂપિયાની લોન માધુરી રાઉત પાસેથી લીધી છે. માધુરી પ્રવિણ રાઉતની પત્ની છે અને પ્રવિણ રાઉત ગુરૂ આશીષ કન્ટ્રકસનના ડાયરેક્ટર છે. આ કંપની HDILનો હિસ્સો છે. જેણે પીએમસી બેંક પાસેથી મોટી લોન લીધી હતી અને પરત કરી ન હતી. આ સમગ્ર મામલે ઈડી તપાસ કરી રહી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતની નજીકના માનવામાં આવે છે. તેની થોડા દિવસ પહેલાં ધરપકડ કરાઈ છે. તપાસમાં પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી કેટલાક ટ્રાન્ઝેક્શન વર્ષા રાઉતના ખાતામાં થયા હોવાનો પણ દાવો છે.

સંજય રાઉત આક્રમક મૂડમાં

સંજય રાઉતની પત્ની પર ઈડીએ સકંજો કસ્યો છે. જેને લઈને હવે સંજય રાઉતે સીધી જ ભાજપ સામે જંગ છેડી છે. સંજય રાઉતનો આરોપ છે કે, ભાજપના ઈશારે ઈડી કામ કરી રહ્યું છે. એટલે જ સંજય રાઉતે ભાજપને ધમકી આપી છે કે, મે જો ભાજપની ફાઈલ કાઢી તો તેમને દેશ છોડીને ભાગવું પડશે. સોમવારે તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. અને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી.

પત્રકાર પરિષદમાં સંજય રાઉતે ભડાશ કાઢી

સંજય રાઉતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી, તેમણે કહ્યું કે, હું આ પ્રકારે ડરવાનો નથી. રાજકીય વિરોધના કારણે મારી પત્ની વર્ષા રાઉતના નામે સમન્સ મોકલવામાં આવ્યું છે. ઈડી કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરી રહી છે. અમે કાયદાનું પાલન કરીશું.

હું નાગો માણસ છું: રાઉત

સંજય રાઉતે કહ્યું કે, “મારી સાથે પંગો ન લો, હું નાગો માણસ છું અને શિવસૈનિક છું. મારી પાસે ભાજપની ફાઈલ છે. જો તેને કાઢવામાં આવી તો તેમને દેશ છોડીને જવું પડશે. મારી પાસે 121 લોકોના નામ છે. જલ્દી જ ઈડીને આપીશ. એટલા નામ છે કે 5 વર્ષ ઈડીને કામ કરવું પડશે. ત્યારે ખબર પડશે કે કોની સાથે પંગો લીધો છે.’’

પત્ની અને બાળકોને લડાઈમાં ન ખેંચોઃ રાઉત

સંજય રાઉતે ઈડીના સમનને રાજકીય ષડયંત્ર કહી દીધું. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, ઈડીએ 10 વર્ષ જૂનો કેસ કાઢ્યો છે. પત્ની અને બાળકોને આ લડાઈમાં ન ખેંચો બાકી જે ઈચ્છો તે કરો. અમે મિડલ ક્લાસના લોકો છીએ. મારી પત્ની શિક્ષિકા છે. પત્નીએ મિત્ર પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા. રાજ્યસભાના સોગંદનામામાં આનો ઉલ્લેખ છે. ઈન્કમટેક્સમાં પણ આ દર્શાવાયું છે. આ છુપાવાયેલી વાત નથી. આનાથી ઈડી અને ભાજપને શું તકલીફ છે ? આ દેશમાં ભાજપ માટે મોટા મોટા સૂરમાઓ બેઠા છે, જો હું તેમના પરિવાર સુધી પહોંચ્યો તો તેમને દેશ છોડીને ભાગવું પડશે. સંજય રાઉતે બેંકના કાગળો પણ મીડિયા સમક્ષ રાખ્યા અને હિસાબ સમજાવ્યો હતો.

અમે આનો જવાબ આપીશુઃ રાઉત

સંજય રાઉતે ભાજપને આડેહાથ લીધી અને અનેક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, અમારા પરિવારના કોઈ પણ સભ્યની સંપત્તિ 1600 ગણી વધી નથી. ભાજપના નેતાઓના ઘરના સભ્યોની કમાણી 1600 ગણી વધી ગઈ છે. પહેલાં તમે એમના પર કાર્યવાહી કરો. બાલાસાહેબ ઠાકરેએ અમને શીખવાડ્યું છે કે સીધી લડાઈ લડવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ પણ આ જ વાત મને કહી છે. બાલાસાહેબ ઠાકરેની તસવીર પાછળ છે તેમને જોઈને હું કહું છું કે, અમે આનો જવાબ આપીશું, અને એ તમારા પર ભારે પડશે.

હું ડર્યો નથી હું તેનો બાપ છું: રાઉત

રાઉત બોલ્યા કે, મને શીવસેના અને એનસીપીના 22 ધારાસભ્યોની યાદી બતાવવામાં આવી હતી. મને કહેવાયું હતું કે, જો મેં આ સરકારની મદદ કરી તો ધીરે ધીરે આ તમામ લોકો પર ઈડી અથવા અન્ય એજન્સીઓ કાર્યવાહી કરશે. તેમાં સૌથી પહેલું નામ પ્રતાબ સરનાઈકનું હતું. ભાજપવાળા છેલ્લા એક વર્ષથી એ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે તમે આ સરકારને બચાવવાની કોશિશ ન કરો.  અમે તેને પછાડવા માગીએ છીએ. અલગ-અલગ રીતે ધમકી અને સંકેત આપી મને પણ ડરાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ હું ડર્યો નહીં, હું તેનો બાપ છું.

સારા ડૉક્ટર પાસેથી દવા લે રાઉતઃ ભાતખલકરે

બીજી તરફ ભાજપે સંજય રાઉતની પત્રકાર પરિષદનો જવાબ આપતા કહ્યું હતું કે, રાઉતની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ છે. ભાજપના પ્રવક્તા અતુલ ભાતખલકરે કહ્યું કે, ભાજપ અને ઈડી પર આરોપ લગાવવાની જગ્યાએ તેઓ પોતાના પર લાગેલા આરોપ જનતા અને ઈડી સામે મુકે. મને એવું લાગે છે કે આજકાલ રાઉત કંપાઉન્ડર પાસેથી પણ દવા નથી લઈ રહ્યા. મારી તેમને સલાહ છે કે તેઓ સારા ડૉક્ટર પાસેથી દવા લે.

જ્યારે સંજય રાઉતની પત્નીને ઈડીની નોટિસ મળી હતી ત્યારબાદ સંજય રાઉતે એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટ સંદેશમાં તેમણે લખ્યું હતું કે, આ દેખે જરા કિસ મેં કિતના હૈ દમ, જમ કે રખના કદમ મેરે સાથિયા. ટ્વીટ બાદ અંદેશો આવી જ ગયો હતો કે, સંજય રાઉત સીધો ભાજપ સામે જ જંગ છેડવાના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments