Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અહીંની જાત પંચાયતોએ બે બહેનોને છૂટાછેડાનો આદેશ આપી દીધો છે. તેમના પતિઓએ તેમને છોડી દીધી છે. બહેનોનો ત્યાગ એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે બે બહેનોમાંથી એક વર્જિનિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. ઘટના સામે આવ્યા બાદ પોલીસ સફાળી જાગી હતી અને બંને પતિઓ, સાસુ અને પંચાયતના સભ્યો સહિત આઠ લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો છે.
2021માં કોરોના સામે લડવા માટે વિજ્ઞાન જ મુખ્ય આધાર બનીને આપણી સાથે ઊભો છે, એવામાં ભારત દેશમાં જ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સ્ત્રીઓએ પોતાનું શિયળ ભંગ થયેલું છે કે નહીં તે સાસરિયા પક્ષની આગળ પૂરવાર કરવું પડે છે. આ કેટલી શરમજનક ઘટના કહેવાય?
જોકે આ સત્યઘટના છે અને ઘટનાની વિગતો એવી છે કે કર્ણાટકના બેલગામમાં એક જ પરિવારના બે ભાઈઓના તારીખ 20 નવેમ્બર 2020ના રોજ લગ્ન થયા હતા. એક ભાઈ સેનામાં કામ કરે છે બીજો ભાઈ ખાનગી કંપનીમાં કામ કરે છે. બંને બહેનો કંજરભાત સમુદાયની છે. અને આ જ જ્ઞાતિના છોકરાઓની સાથે તેમના વેવિશાળ નક્કી થયા હતા.
લગ્નના થોડા સમય બાદ જ શ્વસુર પક્ષના લોકોએ આ બંને બહેનોની વર્જિનિટી ટેસ્ટ કરાવી હતી. વર્જિનિટી ટેસ્ટની પરંપરા પ્રમાણે બંને બહેનોને સફેદ ચાદર આપવામાં આવી હતી. જ્યારે સફેદ ચાદરમાં સંભોગ કરવામાં આવતો ત્યારે લોહીના લાલ ડાઘા પડતા અને વર્જિનિટીમાં પાસ માનવામાં આવતી હતી. જોકે તેમાંથી એક બહેન વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ.
વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થયા બાદ તેના પર લગ્ન પહેલા અન્ય પુરુષો સાથે સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ બહેને આપેલા નિવેદનને આધારે, 29 એપ્રિલના રોજ તેના પતિ અને શ્વસુર પક્ષના લોકોએ તેની પાસેથી ઘર બનાવવા માટે દસ લાખ રૂપિયા માગ્યા હતા અને ધમકી આપવામાં આવી કે જો પૈસા ન મળ્યા તો એ બંને બહેનોની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખે.
આ સિવાય એવો આરોપ પણ છે કે પતિ અને શ્વસુર પક્ષના લોકોએ બંને બહેનોનું શારીરિક શોષણ પણ કર્યું છે. ઘર છોડીને તેના પિયર કોલ્હાપુર જવા માટે તેમને દબાણ પણ કરવામાં આવ્યું હતું.
બહેનો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તેમની માતાએ આ માટે જાત પંચાયતનો દરવાજો પણ ખખડાવ્યો હતો. જાત પંચાયતના લોકોએ આ છોકરીઓની માતા પાસેથી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવવા માટે ચાલીસ હજાર રૂપિયા માગ્યા હતા. માએ એ રૂપિયા આપી પણ દીધા હતા. એ પછી આ વર્ષે 2021ના ફેબ્રુઆરી મહિનામાં જાત પંચાયત આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બેઠી હતી. જ્યાં લગ્નને ધ્વંસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એટલે કે છૂટાછેડા સિવાય કંઈ નહીં. એટલું જ નહીં વર્જિનિટી ટેસ્ટમાં પાસ ન થવા પર એક બહેનનો ગામના લોકોએ બહિષ્કાર પણ કરી દીધો હતો.
એ પછી છોકરીઓની માતાઓએ મદદ માટે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિમૂર્લન સમિતિનો સંપર્ક કર્યો હતો. જેમણે આ સમગ્ર ઘટનાને ઉઠાવી અને બહેનોની સાથે રહી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી અને તેમની મદદ પણ કરી હતી. 8 એપ્રિલની સાંજે આ ઘટનામાં એફઆઈઆર ફાઈલ કરવામાં આવી. પોલીસે આઈપીસી અને મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઓફ પીપલ ફ્રોમ સોશિયલ બોયોકોટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત