Homeદે ઘુમા કેસૈયદ મુસ્તાક અલી ટ્રોફીઃ મોટેરા સ્ટેડિયમમાં તામિલનાડુ અને બરોડા વચ્ચે ફાઈનલ

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીઃ મોટેરા સ્ટેડિયમમાં તામિલનાડુ અને બરોડા વચ્ચે ફાઈનલ

Team Chabuk Sports Desk: આજે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021નો ખરાખરીનો જંગ જામશે. મોટેરા સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે તામિલનાડુ અને બરોડા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ટીમ તામિલાનડું દિનેશ કાર્તિકની કેપ્ટનશીપમાં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમના મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં ચાલી રહ્યા છે. બીજી તરફ થોડા વિવાદો વચ્ચે બરોડાની ટીમે પણ અત્યાર સુધીમાં પ્રદર્શન સારું કર્યું છે. સેમિફાઈનલમાં બંને ટીમના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું હવે ફાઈનલમાં પણ બંને ટીમ ટ્રોફી જીતવા માટે એડીચોંટીનું જોર લગાવશે. ટીમ તામિલનાડુંમાં યુવા ખેલાડીઓની સાથે અનુભવી ખેલાડીઓ પણ છે. શરૂઆતથી એટલે કે ગૃપ સ્ટેજથી કેટલીક મોટી જીત પણ નોંધાવી છે. જો બરોડા આ ખિતાબ જીતશે તો આ તેની ત્રીજી રાષ્ટ્રીય ટ્રોફી હશે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તમિલનાડુ સતત બીજા વર્ષે ફાઈનલમાં પહોંચ્યું છે. સેમીફાઈનલમાં તમિલનાડુએ રાજસ્થાનને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. અરૂણ કાર્તિકે રાજસ્થાન સામે 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ તામિલનાડુએ 7 વિકેટે જીતી લીધી હતી. સેમિ ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાને 154 રન બનાવ્યા હતા. જે લક્ષ્ય તામિલનાડુએ 18.4 ઓવરમાં મેળવી લીધુ હતુ.

બીજી તરફ કૃણાલ પંડ્યાની ગેરહાજરીમાં ટીમ બરોડાની આગેવાની કેદાર દેવધર કરી રહ્યો છે. ટીમ બરોડાએ ટુર્નામેન્ટની શરૂઆતમાં ઘણી મેચ એકતરફી જ જીતી છે. જ્યારે ફાઈનલ મેચ રસાકસી બાદ ટીમે જીતનો સ્વાદ ચાખ્યો હતો.  સેમિફાઈનલમાં વડોદરાએ પંજાબને 25 રને હરાવ્યુ હતું. આ અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં ટીમ બરોડા માટે વિષ્ણુ સોલંકીએ અંતિમ બોલમાં સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ અગાઉ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને દિપક હૂડા વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેના કારણે દિપક હૂડાએ ટીમને બાય-બાય કહ્યું હતુ. ત્યારબાદ કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થતાં તેને પણ ટીમ છોડવી પડી હતી.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટીમ બરોડા

કેદાર દવધર (C),  નિનાદ રાઠવા, વિષ્ણુ સોલંકી, કાર્તિક કકાડે, અતીત સેઠ, સ્મિથ પટેલ (wk), અભિમન્યુ રાજપૂત, ભાનુ પાનિયા, બાબાસફી પઠાણ, લુકમાન મેરિવાલા, ભાર્ગવ ભટ્ટ

ટીમ તામિલનાડુ


હરિ નિશાંથ (C), એન જગદીશન, બાબા અપરાજીથ, અરૂણ કાર્તક, દિનેશ કાર્તિક, (c & wk), શાહરુખ ખાન, સોનુ યાદવ, આર સાઈ કિશોર, એમ મોહમ્મદ, એમ એશ્વિન, અશ્વિન ક્રાઈસ્ટ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments