Homeદે ઘુમા કેIND vs AUS: બીજી ટેસ્ટમાંથી સૂર્યકુમાર યાદવ બહાર આ ખેલાડીની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાએ...

IND vs AUS: બીજી ટેસ્ટમાંથી સૂર્યકુમાર યાદવ બહાર આ ખેલાડીની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ લીધી

Team Chabuk-Sports Desk: રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચ રમવા ઉતરી છે. બીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે ભારતીય ટીમનું લક્ષ્ય જીત મેળવીને 2-0ની લીડ બનાવવાનું છે. બંને ટીમે પ્લેઇંગ ઇલેવનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વખત ટીમમાં બદલાવ કર્યો છે. તેણે સૂર્યકુમાર યાદવને બહાર બેસાડ્યો છે.

રોહિત શર્મા ફરી એક વખત ખેલાડીઓની અદલા બદલી કરતો જોવા મળ્યો છે. અચાનક જ આ સ્ટાર ખેલાડીની કિસ્મત ચમકી હોય તેવું લાગી રહ્યું છે. તેને બીજી ટેસ્ટ મેચમાં નંબર 5 પર બેટિંગ કરવા માટે સ્થાન આપવામાં આવ્યું છે. તે ફરી એક વખત મોટો સ્કોર બનાવી શકે છે અને જીત પણ અપાવી શકે છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને બીજી મેચમાં સ્થાન મળ્યું છે. લાંબા સમયથી તે ઇજાને કારણે બહાર હતો પરંતુ હાલમાં તે રમવા માટે સંપૂર્ણપણે ફિટ થયો છે. જેથી તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. શ્રેયસ ઐયર અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. આ મેચ તેના માટે મહત્વની રહેશે.

શ્રેયસ ઐયર ગયા વર્ષે ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં તેની વાપસી થતાની સાથે જ સુર્યાને બહાર કરવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર ફરી એક વખત મિડલ ઓર્ડર મજબૂત બનાવતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયન ટીમે પણ આ મેચમાં ઘણા બદલાવ કર્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જ ભારતે જીત મેળવી હતી. જેથી આ સિરીઝમાં હાલમાં 1-0ની લીડ બનાવેલ છે. હવે બીજી મેચમાં પણ જીત મળે તે માટે મજબૂત પ્રયત્નો કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments