Team Chabuk-Sports Desk: વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે બે નવા ખેલાડીઓના નામની જાહેરાત થઈ છે. બંને ખેલાડીઓ તમિલનાડુના છે. એક શાહરૂખ ખાન અને બીજું નામ રવિ શ્રીનિવાસન સાઈ કિશોર. શાહરૂખ ખાનનું નામ આઈપીએલના કારણે ચર્ચામાં આવ્યું હતું, પણ સાઈ કિશોરને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાની એક ઉડતી તક મળી ગઈ છે. હવે આ સુવર્ણ તકનો તમિલનાડુના બંને ખેલાડીઓ કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહેશે.
શાહરૂખ
ટીમ ઈન્ડિયામાં પહોંચેલા આ બંને ખેલાડીઓની પ્રથમ મોટી ઓળખ તમિલનાડુ પ્રિમિયર લીગથી થઈ હતી. 2016માં શાહરૂખે અંડર-19 વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી લીધી. એ જ વર્ષે તેને તમિલનાડુની વિજય હજારે ટીમ માટે પસંદ કરી લેવામાં આવ્યો. થોડા સમય પછી તેણે તમિલનાડુની T20 ટીમમાં પણ જગ્યા બનાવી લીધી. વર્ષ 2018ની સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાહરૂખે નવ મેચમાં 325 રન બનાવી પહેલી વખત સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષિત કર્યું.
સાઈ કિશોર
સાઈ કિશોરે TNPLની પ્રથમ સીઝનમાં જ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. એ સીઝનમાં 14 વિકેટ ખેરવી, સર્વાધિક વિકેટ લેનારો બોલર બની ગયો હતો. બીજી સીઝનમાં પણ કિશોરનું પ્રદર્શન આકર્ષક રહ્યું હતું. ટૂર્નામેન્ટમાં તેણે સર્વાધિક 17 વિકેટ ખેરવી હતી. આ પ્રદર્શનના બળ પર કિશોરે તમિલનાડુની વિજય હજારે ટીમમાં જગ્યા બનાવી લીધી અને ત્યારથી તેનું બોલર તરીકે પ્રદર્શન ઉમદા રહ્યું છે. જેથી તેને આ વર્ષના ઓસ્ટ્રેલિયા વિશ્વકપ પહેલા એક તક આપવી જરૂરી બની ગઈ હતી.
શાહરૂખ અને કિશોરની જોડી
વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં યોજાયેલી સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીની રોમાંચક ફાઈનલમાં, તમિલનાડુની ટીમે કર્ણાટક વિરૂદ્ધની ચાર વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. આ તમિલનાડુની ચોથી ટ્રોફી હતી. શાહરૂખ અને કિશોર બંનેએ આ ટૂર્નામેન્ટમાં ટીમને જીત અપાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાઈનલ મેચમાં જીતનો પ્રથમ પથ્થર મૂકનારો સાઈ હતો. સાઈએ આ મેચમાં ચાર ઓવરમાં માત્ર 12 રન આપી ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. ફાઈનલમાં ટીમને ચેમ્પિયન બનાવવાની શરૂઆત કિશોરે કરી તો તેનો અંત શાહરૂખે કર્યો હતો. શાહરૂખે આ મેચમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 15 બોલમાં 33 રન બનાવી નોટ આઉટ ઈનિંગ રમી હતી. શાહરૂખે ફટકારેલી છેલ્લી સિક્સર એવા સમયે આવી જ્યારે તમિલનાડુને જીત માટે અંતિમ પાંચ રનની આવશ્યકતા હતી. શાહરૂખે સિક્સ ફટકારી આ જીતને સોને પે સુહાગા સમાન બનાવી દીધી હતી. શાહરૂખના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
સાઈને જેકપોટ લાગ્યો
શાહરૂખ પોતાની સિક્સર ફટકારવાની કાબેલિયતના કારણે આઈપીએલ સુધીનો પ્રવાસ ખેડી ચૂકયો છે. હવે તે ટીમ ઈન્ડિયામાં સિક્સ ફટકારતો જોવા મળશે. શાહરૂખે ગત સીઝનમાં પંજાબ તરફથી 11 મેચ રમ્યા હતા. જેમાં તેણે 153 રન બનાવ્યા હતા. પરંતુ રન કરતા જે મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે બેટિંગ કરી ટીમને જીતાવવા માટે સંઘર્ષ કર્યો તે મહત્વનો રહ્યો હતો. સાઈ કિશોર આઈપીએલની પ્રતિક્ષા કરી રહ્યો છે. આ તેના માટે જેકપોટ જ છે કે આઈપીએલ જેવી લોકપ્રિય ટૂર્નામેન્ટની જગ્યાએ એ પરંપરાગત ડોમેસ્ટીક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં સ્થાન પામ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત