Homeગામનાં ચોરેશું કોરોના તેના અસલ સ્વરૂપમાં આવી રહ્યો છે? રોજ મોતના વધી રહેલા...

શું કોરોના તેના અસલ સ્વરૂપમાં આવી રહ્યો છે? રોજ મોતના વધી રહેલા આ આંકડા તમને ડરાવશે

Team Chabuk-National Desk: દેશમાં સતત કોરોના મૃતકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. લોકો ફરી ડરનો અહેસાસ કરવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારના રોજ આપેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2 લાખ 9 હજાર 918 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 959 લોકોના મોત થાય છે. આ વચ્ચે 2 લાખ 62 હજાર 628 લોકો સ્વસ્થ થયા હતા. સક્રિય કેસની જો વાત કરવામાં આવે તો હજુ પણ દેશમાં 18 લાખ 31 હજાર 268 કેસ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે મૃતકોની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ગત એક અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોના હવે તેના જૂના સ્વરૂપમાં આવવા લાગ્યો છે. હવે લોકો એ ભયમાં જીવી રહ્યા છે કે ક્યાંક ગત વર્ષે મચાવેલા ભયંકર મોતના તાંડવની માફક આ વખતે પણ તેનું પુનરાવર્તન તો નહીં થાય. ફરી એક વખત સ્મશાનમાં લાઈનો, તપી ગયેલી ચીમનીઓ, પરિવારજનોનું કલ્પાંત તો નહીં જોવા મળે? એવામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસના કારણે કેટલા લોકો રોજ મૃત્યુ પામ્યા તેનું ચાબુક ટેબલ જોઈ લઈએ.

અઠવાડિયામાં થયેલા મોતની સંખ્યા

તારીખમોતના આંકડા
31 જાન્યુઆરી959
30 જાન્યુઆરી891
29 જાન્યુઆરી871
28 જાન્યુઆરી627
27 જાન્યુઆરી573
26 જાન્યુઆરી665
25 જાન્યુઆરી614

સાત દિવસમાં કુલ 5200 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 25 તારીખના રોજ જે આંકડો 614નો હતો એ 31મી જાન્યુઆરીના રોજ 959 સુધી પહોંચી ગયો છે. કેરળમાં રેકોર્ડ 374 લોકોના મોત થયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments