Homeગામનાં ચોરેમોડલ ગુનગુન ઉપાધ્યાયે જોધપુરની રતાનાડા હોટલના છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી આત્મહત્યા...

મોડલ ગુનગુન ઉપાધ્યાયે જોધપુરની રતાનાડા હોટલના છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી

Team Chabuk-National Desk: રાજસ્થાનના જોધપુરમાં મોડલ ગુનગુન ઉપાધ્યાયે રતાનાડાની હોટલના છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા ગુનગુને પોતાના પિતાની સાથે ફોન પર વાત કરી હતી અને તેમને જાણકારી આપી હતી. નીચે પડ્યા બાદ ગુનગુનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ડોક્ટરોનું કહેવું છે કે ઊંચાઈ પરથી પડવાના કારણે તેની પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જોકે હવે તેની સ્થિતિ ખતરામાંથી બહાર છે. પોલીસે આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે ગુનગુન શનિવારના રોજ ઉદયપુરથી જોધપુર આવી હતી. તે અહીંની રાતાનાડાની હોટલમાં રોકાઈ હતી. રવિવારના રોજ તેણે પોતાના પિતાને ફોન કર્યો હતો. ફોનમાં તેણે પોતાના પિતાને કહ્યું હતું કે, ‘પપ્પા હું આત્મહત્યા કરવા માટે જાઉં છું, મારો ચહેરો જોઈ લેજો.’

પુત્રીની વાત સાંભળ્યા પછી પિતા ગણેશ ઉપાધ્યાયે પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. એસીપી દેરાવર સિંહે ફોન નંબરના આધાર પર ગુનગુનનું લોકેશન ટ્રેસ કર્યું અને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં ગુનગુન આત્મહત્યાનું પગલું ભરી ચૂકી હતી. પોલીસે મીડિયાને એ પણ જણાવ્યું હતું કે ગુનગુનને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

ડોક્ટરે ગુનગુન ઉપાધ્યાય આત્મહત્યા કેસમાં કહ્યું હતું કે ગુનગુનનું ખૂબ જ લોહી વહી ચૂક્યું છે. હાલ તે વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. જ્યારે તે બેભાન અવસ્થામાંથી ઉગરશે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે. જોકે અત્યાર સુધી કોઈને પણ આત્મહત્યાનું કારણ શું તેની ખબર નથી પડી. પોલીસે જણાવ્યું હતું કે ગુનગુનના પિતા ગણેશ ઉપાધ્યાય જોધપુરની મંડીમાં વેપારી છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments