Homeગામનાં ચોરેહે ચાબુક કોરોના સામે લડ્યા પછી આ દેશ સુપર કોરોના સામે લડી...

હે ચાબુક કોરોના સામે લડ્યા પછી આ દેશ સુપર કોરોના સામે લડી રહ્યો છે

ગોવાબાપા : વડાપ્રધાને આજે ખૂબ સરસ વાત કરી હો ચાબુક. રામાધિર સિંહ દિનકરની કવિતાની એમણે જે વાત કરી એ આખી કવિતા આપણે વાચકોની સામે રાખી પણ ખરી. એ કવિતા ચાબુક કોઈ એક વખત વાંચી લે એટલે ઢીલા હ્રદયનાની છાતીય સ્હાવજ જેવી થઈ જાય હો. હવે બ્રાઝીલથી જે સમાચાર આવ્યા છે ને ચાબુક એનાથી મારી છાતી પાછી બેહી જાહે એવું લાગે છે.

‘કાં ન્યાં શું થ્યું ?’

બ્રાઝીલમાં ચાબુક જાણે ક્રિકેટની સુપર ઓવર હોય ઈમ સુપર કોરોના ફેલાણો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ તો આ પહેલા પણ કંઈ વધારે ધ્યાન નહોતું આપ્યું એટલે આખા દેશને ઝપટમાં આવતા વાર ન લાગી. કહેવાય છે કે બ્રિટનમાં જે સ્ટ્રેન છે તેના કરતા પણ વધારે ખતરનાક સ્ટ્રેનનો કોરોના વાઈરસ બ્રાઝીલમાં ફેલાણો છે. એ વાઈરસ એટલો તાકતવર છે કે એના કારણે 40 ટકા દર્દીઓનાં મોત થઈ ગયા છે. ઉપરથી રાક્ષસ જેવા સુપર કોરોના વાઈરસના કારણે તો વેક્સિનનીય એના પર અસર નથી થતી, એવીય શક્યતાઓ પ્રવર્તી રહી છે. દર્દીઓની એવી ખસ્તા હાલત છે કે ઓક્સિજન ખરીદવા માટે લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ પણ ભારતની પાસે વેક્સિન માગી છે. એ બિચારાવ સારા નરવા થઈ જાય તો સારું.

ભારત એ ભારત

હે ચાબુક વેક્સિનની સાથે ખબર છે કે ભારત પાડોશી દેશોને પણ વેક્સિન આપશે. પાડોશી દેશ જેવા કે નેપાળ, મોરેશિયસ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સેસેલ્સ… વગેરે વગેરે…. કહેવાય ને પહેલો સગો તે પાડોશી. ભારત પોતાના મિત્ર પાડોશીઓ સાથે પાડોશી ધર્મ નિભાવવાનો છે. ભારત બે કરોડ રસીના ડોઝ આ દેશને આપવાનો છે. જે બે અઠવાડિયાની અંદર અંદર રવાના થઈ જશે. ખબર તો એવી છે ચાબુક કે કેટલાક ડોઝ સહાયના રૂપે મફત આપવામાં આવશે. ઘણી જગ્યાએ એવી વાત ચાલી રહી છે કે સરકાર આ ઉપર હજુ વિચારણા કરી રહી છે. પણ હું કઉં જે દેશની વસતિ 130 કરોડને આંબે એટલી હોય અને તોય પાડોશીને મદદ કરે તો એને શું કહેવાય ?

‘વિશ્વગુરૂ.’

ગંભીર આડ અસર પર વળતર

હવે વેક્સિનની વાતો પરથી વેક્સિન લેશો ત્યારે શું શું થાશે એ પણ ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે. હું તને કેટલાક મુદ્દા જ જણાવી દઉં કે વેક્સિન લેશો ત્યારે તમારું શરીર કેવું રિએક્ટ કરશે. આ પહેલા તને એય જણાવી દઉં કે વેક્સિન લેવા પર જો ગંભીર આડઅસર થશે તો વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક વળતર આપશે. સરકાર તરફથી સારવાર પણ કરવામાં આવશે.

ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે ચાબુક કે, ‘વેક્સિન લેશો એટલે હળવો તાવ આવે, માથુ દુ:ખે કે શરીર તૂટવાની ફરિયાદ રહી શકે છે.’ વધુમાં એ કહે છે કે, ‘આ બિલકુલ સામાન્ય લક્ષણ છે. તેને લઈ ડરવાની જરૂર નથી. 10 ટકા લોકોમાં આવી મુશ્કેલી થાય એ બિલકુલ સામાન્ય વાત છે. વેક્સિન લગાવ્યા પછી 30 મિનિટ સેન્ટરમાં બેસવાનું રહેશે. સાઈડ ઈફેક્ટથી બચવા માટેના અલગ સેન્ટર બનાવવામાં આવ્યા છે.’

‘વેક્સિન માટે સરકારે જે કામ કર્યું એ મને ગમ્યું ગોવાબાપા.’

‘મનેય ગમ્યું હો ચાબુક…  હા મોજ હા…’

‘હા મોજ હા.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments