Homeતાપણુંશંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસમાં જોડાશે ? કાલે પત્રકાર પરિષદ કરશે

શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસમાં જોડાશે ? કાલે પત્રકાર પરિષદ કરશે

Team Chabuk-Political Desk: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે એક પત્રકાર પરિષદ કરવાના છે. ગુજરાતમાં ભાજપ સામે બળવો કરી, પોતાની સરકાર બનાવનાર શંકરસિંહ વાઘેલા લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2017માં અલગ થઈ ગયા હતા. 2022માં ફરી સક્રીય થાય તેમ લાગી રહ્યું છે. શંકરસિંહ રાજ્ય સરકારની કામગીરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સખત ટીકા પણ કરતા આવ્યા છે.

કોંગ્રેસ તરફથી આજે મોકલવામાં આવેલા એક નિમંત્રણમાં શંકરસિંહ વાઘેલા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સાથે પત્રકાર પરિષદ કરવાના છે એવી જાણ કરી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે એવી વાતોએ વેગ પકડ્યો છે. એવી વાત પણ ચાલી રહી છે કે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન કે જેમની સામે કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ છે એ કેસ મામલે પણ બન્ને નેતાઓ વાત કરી શકે છે. બન્ને નેતાઓને આ કેસમાં નિવેદન આપવા માટે તા.7 ઓકટોબરના સમન્સ મળ્યા છે. બની શકે કે આ બંને નેતાઓ આ કેસ સંબંધે પોતાની દલીલ અને થઈ રહેલા આક્ષેપોનો મીડિયાના માધ્યમથી જવાબ આપે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments