Homeદે ઘુમા કેશાસ્ત્રીને ક્રિકેટ અંગેનું યોગ્ય જ્ઞાન નથી : સંજય માંજરેકર

શાસ્ત્રીને ક્રિકેટ અંગેનું યોગ્ય જ્ઞાન નથી : સંજય માંજરેકર

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર સંજય માંજરેકર ભારતીય કોચ રવિ શાસ્ત્રીના નિવેદનથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. માંજરેકરનું કહેવું છે કે શાસ્ત્રીને ક્રિકેટ અંગેનું યોગ્ય જ્ઞાન નથી અને તેઓ પબ્લિકમાં કંઈ પણ ઉલટું સીધું બોલી નાખે છે. માંજરેકરે એમ પણ કહ્યું હતું કે એક સમયે તેઓ ખૂદ શાસ્ત્રીના મોટા પ્રશંસક હતા. જોકે શાસ્ત્રીની નવી ભૂમિકા તેમની સમજશક્તિની બહાર છે.

આ વાતનો પલિતો ત્યાંથી ચીપાયો જ્યારે શાસ્ત્રીએ કોહલીની સુકાનીપદેથી હકાલપટ્ટી બાદ કહ્યું હતું કે, વિરાટ વધુ બે વર્ષ કેપ્ટનશીપ કરી શકતો હતો. પણ જો આવું થઈ જાત તો કેટલાક લોકોથી તેની સફળતા જોઈ ન શકાત. શાસ્ત્રીની આ વિરાટ પ્રશંસા પર માંજરેકરે કહ્યું હતું કે, હું રવિ શાસ્ત્રીનો ખૂબ મોટો પ્રશંસક હતો. મેં તેના નેતૃત્વમાં રમ્યું પણ છે. એ ખેલાડીઓનો ઘણો સપોર્ટ કરે છે. એક ફાઈટર પણ અને એક સિનિયર પણ. પણ આ શાસ્ત્રી 2.0 મારી સમજની બહાર છે. તેઓ બુદ્ધિમાનીવાળી કોમેન્ટ નથી કરતા. તમે તેની પાછળનો એજન્ડા જોઈ શકો છો. આ ક્રિકેટનું યોગ્ય નિરીક્ષણ નથી.

જોકે માંજરેકર શાસ્ત્રીની એ વાતથી બિલકુલ સહમત છે કે વિરાટ હજુ બે વર્ષ ટીમનું નેતૃત્વ કરી શકેત. જોકે તેમના હિસાબથી વિરાટનું સુકાનીપદ છોડવાનું કારણ એ નથી જે શાસ્ત્રીએ જણાવ્યું. તેમનું માનવું છે કે વિરાટ કોહલીએ સુકાનીપદ ખરાબ ફોર્મના કારણે છોડ્યું છે. જેથી તે પોતાની બેટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ માંજરેકરનું એ પણ માનવું છે કે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો માહોલ ઘણો જ બદલી ગયો છે. જેનું દબાણ વિરાટ વધારે સહન નહીં કરી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments