Homeસિનેમાવાદફિલ્મ 'ઈશ્ક વિશ્ક'માં શાહિદ કપૂર સાથે જોવા મળેલી શેહનાઝનો હોટ બિકિની લૂક...

ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’માં શાહિદ કપૂર સાથે જોવા મળેલી શેહનાઝનો હોટ બિકિની લૂક વાયરલ, જુઓ PICS

Team Chabuk-Entertainment Desk: શાહિદ કપૂર સાથે ફિલ્મ ઇશ્ક-વિશ્કમાં ધૂમ મચાવનાર શહેનાઝ ટ્રેઝરીવાલાને (Shenaz Treasurywala) કદાચ તમે ભૂલી ગયા છો. પરંતુ શહનાઝ ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતાથી બધાને મંત્રમુગ્ધ કરનાર અભિનેત્રી શહનાઝે બોલિવૂડની ઘણી ફિલ્મો કરી છે. શહનાઝ ભલે પડદા પરથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તે પોતાની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

હાલમાં શહનાઝ તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. શહનાઝે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસે બિકિની ચેન્જ કરતા-કરતા અલગ અલગ પોઝ આપ્યા છે. શોપિંગ દરમિયાન એક્ટ્રેસે આ તસવીરો ક્લિક કરી છે. સોશિયલ મીડિયામાં ચાહકો તેને લાઈક કરી રહ્યા છે.

શહનાઝ ટ્રેઝરીવાલા ઉર્ફે શહનાઝ ટ્રેઝરી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’માં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી અને પહેલી જ ફિલ્મમાં શહનાઝની એક્ટિંગ લોકોને ગમી હતી. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

આ ફિલ્મ પછી શહનાઝે ‘દિલ્હી બેલી’, ‘રેડિયો’ અને ‘લવ કા ધી એન્ડ’ જેવી કેટલીક વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને સફળતા ન મળી. આ પછી તે 2001માં ન્યૂયોર્ક જતી રહી. હાલમાં શહેનાઝ સમગ્ર વિશ્વમાં ટ્રાવેલ કરી રહી છે. શહેનાઝને ટ્રાવેલ કરવું ખૂબ જ ગમે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments