Team Chabuk-National Desk: સંસદની એક સમિતિએ દેશમાં ઘટી રહેલા IAS અધિકારીઓની સંખ્યા અને પર્યાપ્ત નિયુક્તિ ન થવા પર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું છે કે દેશમાં 22 ટકાથી વધારે IAS અધિકારીઓની અછત છે. જે ઉત્કૃષ્ટ શાસન વ્યવસ્થા માટે ઉચિત નથી. સમિતિએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ભારતીય પ્રશાસનની જરુરિયાતોને ધ્યાનમાં રાખતા સ્વીકૃત પદોને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે.
કાર્મિક, લોક ફરિયાદ અને કાયદા અને ન્યાય સંબંધિત સંસદીય સમિતિની 112મી રિપોર્ટ મુજબ દેશભરમાં આઈએએસ અધિકારીઓ માટે સ્વીકૃત પદોની સંખ્યા 6,746 છે. જેમાં સીધી નિયુક્તિ માટે 4, 682 પદ અને પ્રમોશન માટે 2,064 પદનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર, 1 જાન્યુઆરી 2021 સુધીમાં 5, 231 પદ ભરાયેલા હતા. જેમાંથી 3,787 પદ સીધી નિયુક્તિથી ભરવામાં આવ્યા હતા અને 1,444 પદ પર પ્રમોટ કરી IAS ઓફિસર બનાવવામાં આવ્યા હતા. આ રીતે દેશભરમાં 1,515 IAS અધિકારીના પદ ખાલી પડ્યા છે. જે સ્વીકૃત પદની તુલનામાં 22.45 ટકા છે.

અંતિમ વખત વર્ષ 2012માં સિવિલ સર્વિસની પરીક્ષામાં આઈએએસ અધિકારીઓની સંખ્યા વધારીને 180 કરવામાં આવી હતી. ત્યારથી આ જ નિયમ ચાલી રહ્યો છે અને દરેક વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષા હેઠળ અધિકતમ 180 લોકોને IAS ઓફિસર બનાવવામાં આવે છે. સંસદીય સમિતિએ આ અંગેનો સવાલ કર્યો તો કેન્દ્ર સરકારે જણાવ્યું કે તેમણે IAS અધિકારીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવાના સંબંધે એક કમિટિનું ગઠન કર્યું છે. જે IAS કેડરની જરુરિયાતોના હિસાબે રિપોર્ટ સબમિટ કરશે.
ક્યાં કેટલા પદ ખાલી?
| રાજ્ય | જરૂરિયાત |
| આંધ્રપ્રદેશ | 45 |
| અસમ-મેઘાલાય | 76 |
| છત્તીસગઢ | 37 |
| ગુજરાત | 63 |
| હરિયાણા | 34 |
| હિમાચલ પ્રદેશ | 31 |
| જમ્મુ કાશ્મીર | 78 |
| ઝારખંડ | 67 |
| કર્ણાટક | 72 |
| કેરળ | 74 |
| મહારાષ્ટ્ર | 77 |
| મધ્યપ્રદેશ | 69 |
| ઓડિશા | 62 |
| રાજસ્થાન | 72 |
| તમિલનાડુ | 54 |
| તેલંગણા | 44 |
| પશ્ચિમ બંગાળ | 80 |
| ઉત્તરાખંડ | 31 |
| ત્રિપુરા | 41 |
| સિક્કિમ | 9 |
| નાગાલેન્ડ | 35 |
| મણિપુર | 28 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત