Homeગામનાં ચોરે13 વર્ષ મોટા IAS અધિકારી સાથે ટીના ડાબી ફરી પ્રભુતામાં પગલાં માંડશે

13 વર્ષ મોટા IAS અધિકારી સાથે ટીના ડાબી ફરી પ્રભુતામાં પગલાં માંડશે

Team Chabuk-National Desk: UPSC-2016ની ટોપર ટીના ડાબી ફી લગ્નગ્રંથીથી જોડાશે. હવે ટીના પોતાનાથી 13 વર્ષ મોટા IAS સાથે નવું જીવન શરૂ કરશે. રાજસ્થાનના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી ટીના ડાબી 28 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહી છે. તેણે નવા લાઈફ પાર્ટનર તરીકે રાજસ્થાનના IAS પ્રદીપ ગવાંડેને પસંદ કર્યા છે. ગવાંડે હાલ રાજસ્થાનના આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર છે.

સોશિયલ મીડિયા પર ટીના ડાબીએ તેના નવા લાઈફ પાર્ટનર સાથેના ફોટા શેર કર્યા છે. આઈએએસ ટીના ડાબીએ પ્રદીપ ગવાંડેની સાથે એક ફોટો શેર કરતાં લખ્યું છે કે વો મુસ્કાન પહન રહી હુ, જો તુમ દે રહે હો. એ પછી તેમના લગ્ન કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ. ચર્ચા છે કે, ડાબી અને ગવાંડે એપ્રિલમાં લગ્ન કરવાનાં છે. તેઓ જયપુરની એક હોટલમાં 25 એપ્રિલે એક રિસેપ્શન પણ આપશે.

ઉલ્લેખનીય છે કે, ટીના ડાબી ટોપ કર્યા બાદ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાની બેચના જ એક અધિકારી અતહર આમિર સાથે લગ્ન કર્યા હતા. જોકે ટીના અને અતહરે નવેમ્બર 2021માં છૂટાછેડા લઈ લીધા હતા. 2020માં તેમણે જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી એકબીજાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 2015માં આઈએએસમાં ટોપમાં આવવાને કારણે ટીના ડાબી સમાચારમાં હતી. એ પછી તેણે સોશિયલ મીડિયા પર સતત વિવિધ મોટિવેશનલ પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું છે. એને પગલે હાલ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા 1.4 મિલિયને પહોંચી ગઈ છે. ટીનાનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. હાલ ટીના જયપુરમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments