Team Chabuk-Entertainment Desk: સોશિયલ મીડિયા પર ડીપફેકનો વધુ એક નમૂનો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ બેસ્ડ ડીપફેક ટેક્નોલોજીનો નવો શિકાર ફેમસ એક્ટ્રેસ કેટરીના કેફ બની છે. તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર-3ના ટોવલ ફાઈટ સીનની સાથે છેડછાડ કરી AI દ્વારા એક નવું વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે.
કેટરીના તેમાં ટોવેલની જગ્યા પર એક લો-કટ વ્હાઈટ ટોપમાં જોવા મળી રહી છે. જે બિલકુલ નકલી છે.
Katrina Kaif's towel scene from Tiger 3 gets morphed by Deepfake. Another incident of the misuse of AI after Rashmika Mandanna.#morphed #deepfake #ai #katrina #katrinakaif #rashmikamandanna #Bollywood #Tiger3 #Actress #Explore #Bollywoodnews #Wolf777news #katrina pic.twitter.com/2HHmDoHCCS
— Aman Choudhary (@choudhary_AmanM) November 7, 2023
આ પહેલા પુષ્પાની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ડીફફેકનો શિકાર થઈ હતી. તેનો એક લિફ્ટ વાળો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.
રશિમાકાના એડિટેડ વીડિયો બાદ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ Deepfake ટેક્નોલોજીને ખતરો ગણાવી છે. અહીં સુધી કે ખુદ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેને ખૂબ જ ડરામણુ ગણાવ્યું છે. હાલ કેટરીનાની તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું.
વીડિયોમાં શું છે ?
સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકા એક બોલ્ડ અને સેક્સી બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. રશ્મિકા લિફ્ટમાં બંધ થતા દરવાજાને ખોલીને ઝડપથી અંદર પ્રવેશ કરે છે. વીડિયોમાં જે મહિલા છે તેણે બ્લેક કલર નું ટાઈટ અને એક્સપોઝિંગ જીમ વેર પહેર્યું છે. વીડિયોમાં જે મહિલા છે તેણે બ્લેક કલર નું ટાઈટ અને એક્સપોઝિંગ જીમ વેર પહેર્યું છે. વીડિયો જોઈને લોકો રશ્મિકાને ટ્રોલ કરવા લાગ્યા હતા. પરંતુ થોડા સમયમાં ખબર પડી કે વીડિયોમાં જે મહિલા જોવા મળે છે તે રશ્મિકા નહીં પરંતુ અન્ય કોઈ છે જેના પર રશ્મિકાનો ચહેરો ટેકનોલોજીની મદદથી સેટ કર્યો છે.
How much technology is being misused, stop defaming Rashmika Mandanna ????#deepfake #RashmikaMandanna pic.twitter.com/kzZfWJqCnQ
— Radhika Chaudhary (@Radhika8057) November 6, 2023
રશ્મીકા મંદાનાનું ટવીટ
રશ્મિકા મંદાનાએ ટ્વિટમાં લખ્યું છે કે,” મને આ જણાવતા ખૂબ જ તકલીફ થઈ રહી છે. જે ફેક વિડીયો ઓનલાઇન વાયરલ થઈ રહ્યો છે તે ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે આ ઘટના ખૂબ જ ભયાનક છે. આ ઘટના ફક્ત મારા માટે જ નહીં પરંતુ બધા લોકો માટે ડરાવનારી છે. આ રીતે ટેકનોલોજી નો મિસ યુઝ કરવો યોગ્ય બાબત નથી. “
Deepfake શું છે ?
Deepfake એક ટેકનીક છે જેમાં AIનો ઉપયોગ કરીને વીડિયો, ફોટો કે ઓડિયોમાં ફેરફાર કરવામાં આવે છે. આ ટેકનીકની મદદથી કોઈ એક વ્યક્તિના ફોટો કે વીડિયો પર બીજા વ્યક્તિનો ચહેરો લગાવીને તેને બદલી શકાય છે. એટલે કે, AIનો ઉપયોગ કરીને ફેક વીડિયો બનાવવામાં આવે છે જે એકદમ ઓરિજનલ જેવો જ લાગે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત